કોંગ્રેસના મહાધિવેશનનો આજે અંતિમ દિવસ, સાંજે રાહુલ ગાંધી સમાપન ભાષણ આપશે

કોંગ્રેસ પાર્ટીના 84મા મહાઅધિવેશનનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે. દિલ્હીમાં આયોજિત મહાધિવેશનમાં આજે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સંબોધન કરશે. જેના બાદ રાહુલ ગાંધીનું સમાપન ભાષણ થશે.

આ દરમ્યાન અલગ અલગ પાર્ટી નેતાઓ તરફથી ઘણા પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. મનમોહન સિંહ 12 વાગ્યે ભાષણ આપ્યું હતું. આજે સાંજે 5 વાગ્યે કાર્યક્રમનું સમાપન થશે. તેની પહેલા શનિવારે રાહુલ ગાંધીએ અધિવેશનમાં માત્ર 4 મિનિટનું ભાષણ આપ્યું હતું, જેમાં તેમણે ભાજપ સરકાર અને મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા.

સોનિયા ગાંધીએ પણ વડાપ્રધાન મોદીના વાયદાઓને લઈને તેમને વખોડ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી અને તેમના નજીકના લોકોના જૂઠા દાવાઓ અને ભ્રષ્ટાચારને અમે સબૂતો સાથે રજૂ કરી રહ્યા છીએ. લોકો સમજી ગયા છે કે તેમના 2014ના સબકા સાથ સબકા વિકાસ સૂત્રો ખોટા છે.’

You might also like