VIDEO: મોદીનાં ગઢ મણિનગરથી કોંગ્રેસે ઉતારી IIM પાસઆઉટ & ગ્લેમ ગર્લ

ગુજરાતઃ કોંગ્રેસ દ્વારા 76 ઉમેદવારોનું લીસ્ટ રવિવારનાં રોજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદની મણિનગર બેઠક પરથી શ્વેતા બ્રહ્મભટ્ટ નામની યુવા ઉમેદવારને કોંગ્રેસે ટિકિટ આપી છે. મહત્વની બાબત તો એ છે કે, શ્વેતાને કોંગ્રેસમાંથી ખૂબ જ ઓછા લોકો જાણે છે. જેથી તેનું નામ સાંભળતા જ ઘણાં લોકોને આંચકો પણ લાગ્યો છે.

પરંતુ શ્વેતાનો બાયોડેટા જોયા બાદ સૌ કોઈ તેનાથી પ્રભાવિત પણ થયાં છે. 34 વર્ષીય શ્વેતાએ IIM બેંગાલુરૂમાં અભ્યાસ કર્યો છે. શ્વેતા બ્રહ્મભટ્ટે અહીં પોલીટિકલ લીડરશીપ અને ગવર્નન્સનો અભ્યાસ કર્યો છે. જે બાદ લોકસેવાનાં અર્થે શ્વેતા બ્રહ્મભટ્ટે હવે આગામી ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે.

જો કે યુવાઓનાં મુદ્દા સાથે મેદાનમાં ઉતરેલી શ્વેતાએ વીટીવી સાથે વાતચીત કરતાં એમ જણાવ્યું કે,”હું લોકોની સમસ્યાને દૂર કરીશ. તેમજ શિક્ષણની સુવિધાઓ પણ પૂરી પાડીશ. તેમજ બેરોજગાર યુવાનોને નોકરી પણ આપીશ.”

સમાજસેવા સાથે સંકળાયેલ માત્ર 34 વર્ષની શ્વેતા બ્રહ્મભટ્ટે “ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ) બેંગાલુરૂ”માં અભ્યાસ કર્યો છે. શ્વેતાએ આઈઆઈએમમાંથી પોલિટિકલ લીડરશીપ અને ગવર્નન્સમાં અભ્યાસ કર્યો છે અને કોંગ્રેસ દ્વારા મણીનગર વિધાનસભામાંથી ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ હવે તે મેદાને ઉતરી છે.

યુવાઓને પડતી મુશ્કેલીઓથી લઈને તમામને રોજગારી આપવાનાં ઉદ્દેશ સાથે શ્વેતાએ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. મહત્વનું એ છે કે કોંગ્રેસ નવસર્જન સાથે આગળ વધી રહ્યું છે ત્યારે નાની વયની મહિલાને મણીનગર વિધાનસભાની તક આપવામાં આવી છે.

You might also like