કર્ણાટકમાં પૈસા અને ખોટા મતદાતાઓ વડે ચૂંટણી જીતવા માંગે છે કોંગ્રેસઃ શાહ

કર્ણાટકઃ વિધાનસભા ચુંટણી પ્રચારનાં છેલ્લાં દિવસે અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યો હતાં. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ કર્ણાટક ચુંટણી પૈસા અને ખોટા વોટરો વડે જીતવાની કોશીશ કરી રહી છે.

તેમણે કહ્યું કે બેંગલુરૂ શહેરમાં કોંગ્રેસ કાર્યકર્તાઓનાં ઘરેથી 10 હજારથી વધુ ખોટા ઓળખપત્રો મળ્યાં છે. ઘરમાં પ્રિંન્ટીંગ મશીન લાગેલી છે અને 50 હજાર નામો ખોટી રીતે મતદાતા યાદીમાં જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કર્ણાટકનાં બદામીમાં તેમણે પોતાનાં ભાષણ દરમ્યાન જણાવ્યું હતું.

 

તેમણે કહ્યું કે,કોંગ્રેસ પાર્ટીએ પાતાનાંથી શરમાવું જોઈએ. તેમની પાર્ટી વિશે બધું જ નકલી છે. ગરીબો માટે તેમનાં આંસુ, વિકાસનાં તેમનાં દાવાઓ, સામાજિક ન્યાયનાં પ્રતિ તેમની વચનબદ્ધતા બધું જ નકલી છે.

તેમણે કહ્યું કે કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીની પુર્ણ બહુમતીવાળી સરકાર બનવા જઈ રહી છે. જે પ્રકારનો રોષ કર્ણાટકની જનતામાં છે તેને જોઈને સાબીત થઈ જાય છે કે કર્ણાટકમાંથી કોંગ્રેસનું જવું નક્કી જ છે. કોંગ્રેસ ભલે જાતીયોમાં વહેંચણી કરી ચૂંટણી લડવાની કોશીશ કરી લે પણ તે સફળ નહીં થાય.

શાહે કહ્યું કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ એકબીજાનું સમર્થન કરે છે. આ બંન્ને પાર્ટીઓ ખાલી ચુંટણી જીતવા માટે દેખાવો કરી રહી છે. પણ લોકો 12 મેંનાં રોજ લોકો બીજેપી માટે મતદાન કરવા માટે જઈ રહ્યાં છે અને કોગ્રેસ રાજ્યમાં ગંભીર રીતે ચૂંટણી હારવાની છે. તેમણે કહ્યું કે અમે રાજ્યમાં વિકાસનાં મુદ્દા પર ચુંટણી લડી રહ્યાં છીએ. “સૌનો સાથ સૌના વિકાસ” સાથે અમે રાજ્યમાં ચૂંટણી જીતી રહ્યાં છીએ.

You might also like