મહાભિયોગને રાજકીય હથિયાર બનાવી રહી છે કોંગ્રેસ: અરૂણ જેટલી

ચીફ જસ્ટિસ સામે મહાભિયોગ લાવવાના પ્રસ્તાવ વચ્ચે સત્તાધારી પક્ષ અને વિપક્ષી પાર્ટીઓના આરોપો-પ્રત્યારોપો શરૂ થઈ ગયા છે. આ મામલે ભાજપે કોંગ્રેસ પર બંધારણનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે કહ્યું કે, વિપક્ષ તરફથી કોર્ટને લઈને સતત રાજકારણ કરવામાં આવી રહ્યું છે. વિપક્ષ કોર્ટને દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તો કેન્દ્રિય નાણાંમંત્રી અરૂણ જેટલીએ પણ વિપક્ષ પર આરોપ લગાવ્યો છે કે, તે મહાભિયોગને હથિયાર બનાવી જજોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

વિત્તમંત્રી અરૂણ જેટલીએ ફેસબુક પર એક પોસ્ટ લખીને જજોને મહાભિયોગને લઇને વાર કર્યો છે. જેટલીએ મહાભિયોગને ‘બદલાની અપીલ’ જણાવતા કહ્યુ કે, આ મામલાને હળવાશથી લેવો ખતરનાક બની શકે છે. આ પ્રકરણ સમગ્ર ન્યાન વ્યવસ્થાની આઝાદી માટે ખતરો છે. જેટલીએ પોતાની પોસ્ટમાં જજ લોયાની મોતને લઇને ગુરુવારે સુપ્રીમ કોર્ટ આપેલા નિર્ણય વિશે લખ્યુ છે. તેમણે જણાવ્યુ કે, તેમણે 114 પાનાનો નિર્ણય વાંચ્યો, જેને જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે લખ્યો છે. નાણામંત્રીએ સોહરાબુદ્દીનના અન્કાઉન્ટરથી લઈને અમિત શાહ અને જય લોયાના મોત અંગે વિસ્તારપૂર્વક લખ્યું છે.

 
 

પોતાની પોસ્ટમાં અરૂણ જેટલીએ જજય લોયાના મોતને લઈને કારવાં મેગેઝીનમાં છપાયેલા લેખને ફેક ન્યૂઝ જણાવ્યા. તેમણે કહ્યું કે, આ સમગ્ર મામલો આ સરકાર અને ભાજપની છબીને ખરાબ કરવા માટે ઉઠાવાયો છે. તેમણે ચીફ જસ્ટિસના મહાભિયોગની વાતને ગંભીર મામલો જણાવતા લખ્યું કે, આ મામલાને હળવાશમાં લેવો ખતરનાક થઈ શકે છે. બધા રાજકીય પક્ષોએ તેની ગંભીરતા સમજવી જોઈએ.

અરૂણ જેટલીએ 4 જજોની પ્રેસ કોન્ફરન્સના મુદ્દાનો ઉલ્લેખ કરતા સવાલ ઉઠાવ્યો કે, ચારે વિદ્વાન જજોએ જજ લોયાના મામલે હકીકતોની તપાસ કરી હતી? માત્ર સુનાવણી માટે લિસ્ટિંગને મુદ્દો બનાવ્યો. તેમણે ચીફ જસ્ટિસ સામે મહાભિયોગને લઈને વિપક્ષી દળોની ભૂમિકા પર સવાલ ઉઠાવતા લખ્યું કે, રાજકીય લડાઈઓમાં કોર્ટને મોહરું બનાવવી યોગ્ય નથી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કોંગ્રેસના નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી જાણકારી આપી હતી કે, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદના નેતૃત્વમાં વિપક્ષના નેતાઓએ મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુને સોંપી છે. આઝાદે કહ્યું કે, અમે મીટિંગ દરમિયાન 5 આધાર આપતા મહાભિયોગના પ્રસ્તાવની મંજૂરી માગી છે. કોંગ્રેસના નેતૃત્વમાં 7 વિપક્ષી દળોએ શુક્રવારે રાજ્યસભા સભાપતિ વૈંકેયા નાયડુ સાથે મુલાકાત કરી અને ચીફ જસ્ટિસ દીપક મિશ્રાને પદ પરથી હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવની નોટિસ સોંપી છે.

You might also like