કોંગ્રેસ સંઘના નેતાઓેને પાર્ટીમાં સામેલ કરવાના વિરોધમાં નથી

પણજી: ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવે જણાવ્યું હતું કે જો આરઅેસઅેસના નેતાઓ સંપર્ક કરશે તો તેઓ તેમને કોંગ્રેસમાં સામેલ કરવાના વિરોધમાં નથી.  ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહાસચિવ પ્રતિમા કોટિન્હોઅે જણાવ્ય‌ું કે અમે કોઈને પાર્ટીમાં સામેલ કરવાની વિરોધમાં નથી. જો આરઅેસઅેસના નેતા પણ સામેલ થવા માગતા હશે તો તેઓ અમારો સંપર્ક કરી શકે છે. તાજેતરમાં ગોવા કોંગ્રેસમાં થયેલા બળવા અંગે તેમણે કેટલાંક પદાધિકારીઓઅે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર સંઘના નેતાઓને પાર્ટીમાં સામેલ કરવાના અને સારા પદ આપવાના આક્ષેપ કર્યા હતા.

સંઘના પૂર્વ નેતા મનોહર શિરોદકરને તાજેતરમાં કોંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા હતા અને તેમને જીપીસીસીના સચિવનું પદ પણ સોંપવામાં આવ્યુ છે. તેમણે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસ ધર્મ નિરપેક્ષ પાર્ટી છે. તેથી તે કોઈ પણને સ્વીકારવા તૈયાર છે. પરંતુ શરત માત્ર અેટલી છે કે તેમણે પાર્ટીની વિચારસરણી મુજબ કામ કરવું પડશે. તેમણે જણાવ્યુ કે અમે સંઘના અેવા નેતાઓને કોંગ્રેસમાં સામેલ કરી શકીઅે કે જેઓ ભગવા નેતાઓની વિચારસરણી સાથે સંમત ન હોય. તેમજ સંઘના રાજકારણથી ઓછા પરેશાન હોય.

You might also like