દેશનાં સૌથી જૂઠ્ઠાં પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદીઃ સુરજેવાલા

બેંગલુરૂઃ કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જૂઠ્ઠાઓનાં સરદાર કહેતા જણાવ્યું કે આ આશ્ચર્યની વાત છે કે જૂઠ્ઠાઓનાં સરદાર હવે દેશને ખોટાંને વિશે સાવચેત કરી રહેલ છે. કોંગ્રેસ સંચાર વિભાગનાં પ્રમુખ રણદીપસિંહ સુરજેવાલાએ મોદીનાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પાર્ટીને આગળ વધારવા માટે ખોટાંનો સહારો લેવાં માટેનાં આરોપ પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે મોદીજી જૂઠ્ઠાઓનો સરદાર છે.

તેઓ દેશનાં સૌથી જૂઠ્ઠા પ્રધાનમંત્રી છે અને માથાનાં વાળથી લઇને પગ સુધીનાં નખ સુધી માત્ર ને માત્ર જૂઠ્ઠું બોલવું એ એમનાં ચરિત્રમાં છે. જેથી તેઓ ઓછામાં ઓછું સચ્ચાઇનો પાઠ નહીં ભણાવે.

તેઓએ મોદીનાં સ્ટોક ખરીદનાર અને લોલીપોપ ખરીદનાર દર્શાવ્યા અને કહ્યું કે સતત જૂઠ્ઠું બોલવાવાળા મોદી હવે સત્યનો અરીસો પણ કોઇને દેખાડશે. જૂઠની રાજનીતિ કરવાવાળા મોદી પહેલા એ જણાવે કે જનતાનાં ખાતામાં 15 લાખ રૂપિયા પહોંચાડવાનાં વાયદાને પૂર્ણ કરે.

બે કરોડ નોકરીઓ ક્યારે આપશે, પાકનાં ખર્ચ પર 50 ટકા નફો ખેડૂતોને ક્યારે મળશે. ભ્રષ્ટાચારને લઇને રેડ્ડી ગેંગ પર કાર્યવાહી ક્યારે થશે તથા 80 લાખ કરોડ રૂપિયા વિદેશોમાંથી ક્યારે પરત આવશે. કોંગ્રેસ પ્રવક્તાએ મોદીને ફર્જી “જાદુગર” કહ્યાં અને છેલ્લી ચૂંટણીમાં તેઓએ દેશની આશાઓનાં સપના દેખાડ્યાં હતાં.

તે જ આશા સાથે દેશની જનતાએ તેઓને સરકાર બનાવવા માટે બહુમત કર્યા પરંતુ મોદી સરકાર જનતાની આ આશાને પૂર્ણ કરવામાં અસફળ સાબિત થયાં છે. જો કે હવે તેઓની સરકારની પડતી શરૂ થઇ ગઇ છે અને તેમનાં જૂઠ્ઠું બોલવાની સજા તેઓને 2019માં મળવાની જ છે.

You might also like