કોંગ્રેસે ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર વફાદારીનું સાેગંદનામું લીધુ્ં

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં કારમી હાર પ્રાપ્ત થયા પછી કોંગ્રેસ એલર્ટ થઇ ગઇ છે. પાર્ટીએ હવે પોતાના નેતાઓને આગામી ચૂંટણીમાં સારા પરીણામ પ્રાપ્ત કરવાની તૈયારી બતાવી છે. સાથે જ કોંગ્રેસ અધ્યક્ષ અધીર ચૌધરીએ મંગળવારે ચૂંટણીમાં જીતેલા ધારાસભ્યો પાસે ઇમાનદારી લિખિત વચન (unfertaking) પણ લીધા છે. કોંગ્રેસ આજકાલ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સંબોધિત શપથ પત્રમાં બધા જ ધારાસભ્યોના હસ્તાક્ષર લઇ રહી છે. 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર તૈયાર કરવામાં આવેલ શપથ પત્રમાં ઘારાસભ્યોએ એવું વચન આપ્યું છે કે તે પાર્ટી વિરોધી કોઇ પણ ગતીવિધીઓમાં શામેલ નહીં થાય

advisary

ધારાસભ્યોની સાથે આ શપથ પત્રમાં સહી કરાવવાનો નિર્ણય પાર્ટીના સાંસદો, જિલ્લા સ્તરના અધ્યક્ષો અને રાજ્ય સ્તરના પાર્ટીના નેતાઓ સાથે થયેલી બેઠક બાદ લેવામાં આવ્યો છે.

આ અંગે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સાથે તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું છે કે આ કોઇ ઓવો બોન્ડ નથી કે જેમાં અમે કોઇને તેની પર જબરજસ્તી સાઇન કરવાનું કર્યું હોય. જેનાથી અમે તેમની વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરી શકીએ. આ શપથ પત્ર માત્ર તેમની પાર્ટી પ્રત્યેની વફાદારી માટે લેવામાં આવ્યું છે.

આ શપથ પત્રમાં એવું પણ લખવામાં આવ્યું છે કે જો પાર્ટીની કોઇ પણ નીતિથી હું સહમત નહીં હોવું તો પાર્ટીની વિરૂદ્ધ કોઇ પણ નિવેદન નહીં આપું. આવું કોઇ પણ નિવેદન આપતા પહેલાં હું ધારાસભ્યના પદ પરથી રાજીનામુ આપી દઇશ.

You might also like