પંજાબ વિધાનસભામાં ધારાસભ્યે મંત્રી પર ફેંક્યા જૂતા

ચંદીગઢ: કોંગ્રેસના ધારાસભ્ય તરલોચન સૂંઘે બુધવારે પંજાબ વિધાનસભાના સત્ર દરમિયાન રેવન્યૂ મંત્રી વિક્રમ સિંહ મજેઠીયા પર ચંપલ ફેંક્યા. કોંગ્રેસના ધારાસભ્ય બાદલ સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગણી કરી રહ્યા છે અને સ્પીકર દ્વારા તેની મંજૂરી ન મળતા કોંગ્રેસ ધારસભ્યોએ વિધાનસભાના ગૃહમાં જ રાત પસાર કરી.

મુખ્યમંત્રી પ્રકાસ સિંહ બાદલ આ ધારાસભ્યોનું પ્રદર્શન પૂરું કરાવવાના ઇરાદાથી મંગળવારે વિધાનસભા ગયા હતા, પરંતુ પ્રદર્શન કરનારા ધારાસભ્યોએ મુખ્યમંત્રીની વાત માનવાની સ્પષ્ટ ના પાડી દીધી. અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાની મંજૂરી ન આપવાના સ્પીકરના નિર્ણય વિરુદ્ધ કોંગ્રેસના 26 ધારાસભ્ય પ્રદર્શન કરી રહ્યા હતા. આ પ્રસ્તાવને બે દિવસ પહેલા અવાજ કરીને અસ્વિકાર કરી દીધો હતો.


કોંગ્રેસ ધારાસભ્ય તરલોચન સિંહ સૂંઘએ આ સ્વિકાર કરી લીધો છે કે ચંપલ તેને જ ફેંકી હતી. પરંતુ તેમનું કહેવું છે કે તેમને ચંપલ મજેઠીયાની તરફથી નહીં, પરંતુ શિરમણિ અકાલી દળના ધારાસભ્ય વિરસા સિંહ વલ્ટોરા પર ફેંક્યા હતાં. સૂંઘે કહ્યું કે વલ્ટોરાએ તેમને ગાળો આપી હતી.

You might also like