કોંગ્રેસના ધારસભ્યએ ચીફ ઓફિસરને તમાચો મારી દેતા પાલિકા કર્મીઓની હડતાલ

પાટણ: કોંગ્રેસના MLA ચંદનજી ઠાકોરે સ્થાનિક નગર પાલિકાના ચીફ ઓફિસરને આજરોજ તમાચો ચોડી દેતા મામલો બીચક્યો છે. સામાન્ય તકરારમાં ચંદનજી ઠાકોર પોતાની સત્તાના તાનમાં આવી ગયા હતા અને ભૂલી ગયા કે તેઓ MLA છે.

ઉલ્લેખનીય છે કે,પાણીની પાઈપલાઈનના સામાન્ય મુદ્દે MLA ચંદનજી ઠાકોર એટલી હદે ઉશ્કેરાઈ ગયા કે ચીફ ઓફિસરને ગાળો બોલીને લાફો ચોડી દીધો.તો ઘટનાના પગલે નગર પાલિકાના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા હતા. જો કે, ચીફ ઓફિસરે આ અંગે કંઈ પણ બોલવાનો ઈન્કાર કર્યો છે.

આપને જણાવી દઇએ કે ચંદનજી ઠાકોર હાલ પાટણના ધારાસભ્ય પદેથી ચૂંટાઇ આવેલ છે અને તેમના વિસ્તારમાં સારું એવું પ્રભુત્વ ધરાવે છે. ત્યારે આજરોજ તેમણે નગરપાલિકાના ચીફ ઓફીસરને તમાચો ચોડી દેતા વાતાવરણમાં ગરમાવો ફેલાઇ ગયો હતો, જો કે આ તમાચો મારવા પાછળનું એક કારણ ધારાસભ્ય અને નગરપાલિકાના ચીફ ઓફીસર વચ્ચે થયેલ સામાન્ય બોલાચાલને માનવામાં આવે છે.

આ ઘટનાને પગલે નગર પાલિકાના કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા,જો કે ચીફ ઓફિસરે સાથે જાહેર માધ્યમો સાથે ચર્ચા કરતા તેમણે આ બાબતે કોઇપણ પ્રકારની વાતચીત કરવા ના પાડી દીધી હતી.

You might also like