સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ, માંગણી નહીં સ્વીકારાય તો કોંગ્રેસ કરશે ઉપવાસ આંદોલન

ગાંધીનગરઃ પાટીદાર સમાજનાં અગ્રણી હાર્દિક પટેલ છેલ્લાં 13 દિવસથી સતત ઉપવાસ પર છે. ત્યારે આ મામલે હાર્દિકનાં ઉપવાસ આંદોલનને લઇ હાર્દિકને સતત ધીમેધીમે એક પછી એક લોકોનું સમર્થન મળતું જાય છે. હાર્દિકની જે માંગણીઓ છે જેમાં અનામત અને ખેડૂતોની દેવા માફી મુદ્દે આજે કોંગ્રેસનાં ધારાસભ્યો CM રૂપાણીને મળવા પહોંચ્યાં છે. મહત્વનું છે કે કોંગ્રેસે હાર્દિકને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનાં ધારાસભ્યો હાર્દિક પટેલનો ઉપવાસ સમેટાઇ જાય તે માટે CM રૂપાણીને રજૂઆત કરશે. હાલમાં 25થી વઘુ ધારાસભ્યો CM સાથે મુલાકાત કરવા પહોંચ્યાં છે. ખેડૂતોનાં દેવામાફીને લઇ અને હાર્દિકનાં ઉપવાસનાં સમર્થનમાં કોંગ્રેસનાં ધારાસભ્યોને CMને મળતા પણ રોકવામાં આવ્યાં. જેથી પોલીસ અને કોંગ્રેસનાં ધારાસભ્યો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. રહી છે.કોંગ્રેસનાં ધારાસભ્યોને વિધાનસભામાં જતા રોકવામાં આવ્યાં હતાં.

CM રૂપાણી સાથે કોંગ્રેસનાં ધારાસભ્યોએ મુલાકાત કર્યા બાદ વિપક્ષનેતા પરેશ ધાનાણીએ આપ્યું મહત્વનું નિવેદન…

સરકારની નિષ્ફળ નિતિનાં કારણે ખેડૂતોના પ્રશ્નો વધ્યા: ધાનાણી
ખેડૂતોના સંપૂર્ણ દેવામાફી સહિતના મુદ્દાઓ પર હાર્દિક આંદોલન કરી રહ્યો છે: ધાનાણી
આંદોલનને લઈ કોંગ્રેસે CM સાથે મુલાકાત કરી છે: ધાનાણી
હાર્દિક સાથે સરકાર સંવાદ સાધે તેની રજૂઆત કરી: ધાનાણી
ગુજરાતનાં યુવાનોને શિક્ષણ, રોજગારી અને આરોગ્યની સવલતો મળે: ધાનાણી
હાર્દિક પટેલનો જીવ બચાવવા માટે અમે CM સાથે મુલાકાત કરી: ધાનાણી
કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યોએ સાથે મળીને CMને આવેદન સોંપ્યું: ધાનાણી
આંદોલનકારીઓ સામે થયેલા પોલીસકેસ પાંછા ખેચવાની CMને વિનંતી કરી: ધાનાણી
ખેડૂતનો દિકરો આમરણાંત આંદોલન કરી રહ્યો છે: ધાનાણી
સેટેલાઈટથી જમીન માપણીથી ખેડૂતોનાં પ્રશ્નો વધ્યાં: ધાનાણી
સરકારે કોંગ્રેસનાં પ્રતિનિધી મંડળની વાત સાંભળી છે: ધાનાણી
અપેક્ષા રાખીયે છીએ કે સરકાર આંદોલનકારીઓ સાથે સંવાદ સાધશે: ધાનાણી
જો અમારી માંગણી નહીં સ્વિકારાય તો કોંગ્રેસ ઉપવાસ આંદોલન કરશે: ધાનાણી
સરકાર વાત નહીં સાંભળે તો ધરણાં કરીશું: ધાનાણી
કોંગ્રેસનાં કાર્યકર્તાઓ 24 કલાક ઉપવાસ આંદોલન કરશે: ધાનાણી
સરકાર માંગ નહી સ્વિકારે તો કોંગ્રેસ પણ આંદોલનનાં માર્ગે : ધાનાણી

You might also like