નડીયાદ ખાતે કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળી,2019 અંગે કરાઇ ચર્ચા

નડીઆદના ઈપ્કોવાળા હોલમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી મળી હતી. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહીતના નેતાઓ હાજર રહ્યા હતાં.

જેમાં પાસ કન્વીનર અતુલ પટેલ અને પૂર્વ ખેડા જીલ્લા કોંગ્રેસ ના મહિલા પ્રમુખે ભાજપ સાથે છેડો ફાડી કાર્યકરો સાથે કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી.

ત્યારે કારોબારીમાં કાર્યકરોને ખેડા અને આણંદ લોકસભા બેઠક 2019માં કોંગ્રેસને વિજયી બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું. કારોબારીમાં ખેડા અને આણંદ લોકસભા બેઠકો આગામી 2019ની ચુંટણીઓમાં કોંગ્રેસને જીતાડવા અહવાન કરવામાં આવ્યું હતું.

You might also like