તરુણ વિજયના નિવેદન પર કોંગ્રેસની સભા મોકૂફી પ્રસ્તાવની નોટિસ

નવી દિલ્હી: સંસદમાં આજે ભાજપના નેતા તરુણ વિજયના વિવાદાસ્પદ નિવેદનનો મામલો ગુંજશે. આ કેસમાં કોંગ્રેસે લોકસભામાં સભામોકૂફી પ્રસ્તાવની નોટિસ આપી દીધી છે. આ ઉપરાંત ગૃહપ્રધાન રાજનાથસિંહ રાજસ્થાનના અલવર જિલ્લામાં ગૌરક્ષકો દ્વારા મુસ્લિમોની મારપીટ અને એક શખસના મૃત્યુ અંગે પણ રાજ્યસભામાં નિવેદન આપશે. એ જ રીતે માર્ગ અકસ્માતો રોકવા અને ડ્રાઈવિંગ લાઈસન્સની પ્રક્રિયા પારદર્શક બનાવવા માટેનું બિલ મોટર વિહિકલ અેમેન્ડમેન્ટ બિલ પણ પસાર થશે.

તરુણ વિજયે એક ઈન્ટરનેશનલ મીડિયા હાઉસના કાર્યક્રમમાં વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ભારતીયોને વંશીય ગણાવવા અયોગ્ય રહેશે. જો આવું હોત તો અમે દક્ષિણ ભારતીય લોકો સાથે કઈ રીતે રહેતા ? જોકે પાછળથી તેમણે આ નિવેદન પર માફી માગી હતી. કોંગ્રેસ સંસદમાં સરકારને આ મુદ્દે ઘેરવા આજે સભામોકૂફી પ્રસ્તાવ રજૂ કરશે. ઈન્ડિયા-આફ્રિકન પાર્લામેન્ટરી ફ્રેન્ડ્સશિપ ગ્રૂપના પ્રમુખ તરુણ વિજયને અલ જજીરાના ઓનલાઈન શો ‘ધ સ્ટ્રીમ’માં બોલાવવામાં આવ્યા હતા.

આ પ્રોગ્રામમાં દિલ્હીના ગ્રેટર નોઈડામાં તાજેતરમાં આફ્રિકન વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાને લઈ ચર્ચા થઈ હતી. આ પ્રોગ્રામનો વીડિયો પણ વાઈરલ થયો હતો, જેમાં તુરણ વિજય એવું કહેતા જોવા મળે છે કે જો અમે વંશવાદ કરત તો સમગ્ર દક્ષિણ ભારત-તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ અમારી સાથે કઈ રીતે રહી શકત? અમે તેમની સાથે શા માટે રહીએ છીએ. અમારી ચારે બાજુ કાળા લોકો છે. વીડિયો પર ઊહાપોહ થયા બાદ તરુણ વિજયે ટ્વિટર પર સ્પષ્ટતા કરી હતી. તેમણે લખ્યું હતું કે મારા સંપૂર્ણ નિવેદનનો અર્થ એ હતો કે અમે વંશવાદની લડાઈ લડી છે. અમે અલગ અલગ કલર અને કલ્ચરવાળા લોકો છીએ અને અમે કોઈ સાથે ભેદભાદ દાખવ્યો નથી.

http://sambhaavnews.com/

You might also like