ગુજરાત કોંગ્રેસ દ્વારા પંચાયત પદાધિકારીઓનું સમંલેન યોજાયું

ગાંધીનગરઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા પંચાયત પદાધિકારીઓનું મહાસંમેલન આજરોજ ગાંધીનગર ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં હાજર રહેવા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ખાસ અમદાવાદ આવી પહોંચ્યાં હતાં. રાજીવ સાતવે જણાવ્યું હતું કે,આજ પંચાયતરાજ દિવસ છે.

પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ પંચાયત રાજનાં અધિકારનાં હક માટેનું સ્વપ્ન જોયું હતું. પરંતુ ગુજરાતમાં પંચાયતી રાજનાં અધિકાર મળે તે અધિકાર ઓછાં મળે તે પ્રકારનું ગુજરાત સરકાર ઇચ્છી રહી છે.ત્યારે કોંગેસ દ્વારા આ દિશામાં બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આ મુદ્દે આવનાર દિવસોમાં વિરોધ વ્યકત કરવાની રણનીતિની પણ તૈયારી કરવામાં આવશે.

આપને જણાવી દઇએ કે આગામી સમયમાં 2019ની ચૂંટણી આવી રહી છે ત્યારે અત્યારથી જ તમામ પક્ષો દ્વારા પોતાના પક્ષને જીતાડવા માટે એડીચોર લગાવી દીધું છે ત્યારે આજરોજ ગાંધીનગર ખાતે યોજાયેલ કોંગ્રેસના પદાધિકારી સંમેલનમાં આગામી રણનીતિ અંગે પણ કેટલીક ચર્ચા કરવામાં આવી હતી.

You might also like