રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મળી, ગૃહમંત્રીને મળશે કોંગ્રેસ નેતા

નવી દિલ્હી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકીના મુદ્દે પાર્ટીના નેતા સોમવારે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે.

મુલાકાત દરમિયાન કોંગ્રેસ નેતા ધમકીના કેસની તપાસ કરાવવાનો અનુરોધ પણ કરશે. કોંગ્રેસની પોડેંચેરી યૂનિટે દાવો કર્યો છે કે રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી મળી છે. ધમકીભર્યો પત્ર તમિળમાં લખેલો છે.

રાહુલ ગાંધી મંગળવારે પોડેંચેરીમાં ચૂંટણી સભાને સંબોધિત કરવાના છે. પોડેંચેરીમાં 16 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે.

You might also like