કોંગ્રેસેના આગેવાનોએ કરી પીડિત પરીવારોની મુલાકાત, કરી 5 લાખની સહાય

અમદાવાદ: કોંગ્રેસ આગેવાનોએ આજે ફરીથી દલિત પીડિત પરીવારોની મુલાકાત કરી હતી. ગુજરાત કોંગેસ પ્રમુખે સહાય કરવા માટેની જાહેરાત કરી હતી. તેમને બે દિવસમાં તેમનું વચન પૂર્ણ કર્યું છે. આજે દલિત પીડિતોના પરીવારોની મુલાકાત કરીને 5 લાખની સહાયનો ચેક અર્પણ કર્યો છે.

જો કે સમઢીયાળામાં નેતાઓની મુલાકાતનો દોર યથાવત છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાએ દલિત અત્યાર કાંડના પડઘા પડ્યાં છે. જ્યારે આજે અમદાવાદ શહેરમાં દલિતોએ પોતાનું કામ કરવાનું બંઘ કરી દીધું છે. દસક્રોઇમાં દલિતોએ મરી ગયેલા પશુઓને ઉપાડવાની ના પાડી દીધી હતી. દલિતોએ પશુઓ ઉપાડવાનું બંધ કરી દેતાં સવર્ણોએ મૃત પશુઓ ઉપાડ્યા હતાં. કચ્છના ગાંધીધામમાં દલિતો દ્વારા બાઇર રેલી નિકાળીને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તો સિદ્ધપુરમાં દલિતો દ્વારા થોડીક વાર હાઇવે જામ કરી દેવામાં આવ્યો હતો. મોરબીમાં વેપારીઓ દ્વારા આજે દુકાનો બંધ કરીને બંધ પાળ્યું છે.

નોંઘનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા દલિત અત્યાચાર કાંડમાં પહેલા રાજ્યના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે મુલાકાત કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ 21મી જુલાઇના રોજ ગુજરાતની મુલાકાત દરમિયાન ઉના કાંડમાં પીડિત દલિતોને મળ્યા હતાં. તેમજ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે ઉના પીડિતોની મુલાકાતે ગુજરાત આવ્યાં હતાં અને ભોગ બનેલા પીડિતોના પરીવારજનોને મળ્યા હતાં. અરવિંદ કેજરીવાલે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતાં. કેજરીવાલે પીડિતોને બનતી તમામ મદદ માટે ખાતરી આપી હતી.

You might also like