વિજય કેલ્લા અને અભય રાજપૂતનું કોંગ્રેસમાંથી રાજીનામું, 17 નવેમ્બરે જોડાશે ભાજપમાં

અમદાવાદઃ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ચારે બાજુ ધમધમાટ શરૂ થઇ ગયો છે. ઉમેદવારોનાં નામોની યાદીઓ પણ તૈયાર થઈ રહી છે. ત્યારે એવામાં અમદાવાદ કોંગ્રેસમાં મોટું ગાબડું પડયું છે.

મળતી માહિતી મુજબ, વરિષ્ઠ કોંગ્રેસ આગેવાન નેતા વિજય કેલ્લા અને અભય રાજપૂતે કોંગ્રેસમાંથી તમામ હોદ્દા અને સભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. વિજય કેલ્લા રિલીફ કમિટીનાં ચેરમેન પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ મણિનગર બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડી ચુક્યા છે.

તેઓ આગામી 17 નવેમ્બરનાં રોજ સત્તાવાર રીતે અમિતશાહની હાજરીમાં જ કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાશે. મહત્વની બાબત તો એ છે કે, જ્યારે વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીનાં જ દિવસોની વાર છે. ત્યારે કોંગ્રેસમાં આ પ્રકારના ગાબડાં તેનાં માટે ભારે પડી શકે છે. પરંતુ સામે ભાજપ માટે આ ફાયદાકારકરૂપ સાબિત થઇ શકે છે.

વિજય કેલ્લાએ જણાવ્યું કે કોંગ્રેસને નુકસાન માધવસિંહની ખામ થિયરીથી થયું હતું. આ ખામ થિયરીને નવા સ્વરૂપ તરીકે ભરતસિંહે લાગુ કરેલ છે. હવે કોંગ્રેસ સંપૂર્ણ રીતે જર્જરિત થઇ ગઇ છે.

કોંગ્રેસનાં નેતા ભરતસિંહ સોલંકીની કામગીરી પર વિજય કેલ્લાએ ઘણાં બધાં સવાલો ઊભા કર્યા છે. સાથે એમ પણ કહ્યું કે પીએમ મોદીએ તો દેશની પ્રગતિને લઇ દેશનાં વિકાસની સંપૂર્ણ દિશા બદલી નાખી છે.

You might also like