કર્ણાટકમાં મહત્વપૂર્ણ મંત્રાલયોને લઇને કોંગ્રેસ-જેડી(એસ) વચ્ચે ખેંચતાણ

કર્ણાટકમાં જેડી(એસ) નેતા કુમારસ્વામીએ સીએમ પદના શપથ લીધા અંદાજે એક અઠવાડીયા જેટલો સમય થઇ ગયો છે. પરંતુ રાજ્યની જનતા હજી પણ રાહ જોઇ રહી છે કે તેમને એક મંત્રીમંડળ મળે જે વિકાસના કાર્યોને આગળ વધારી શકે.

જો કે છેલ્લા કેટલાક દિવસથી હજી પણ જેડીએસ અને કોંગ્રેસ વચ્ચે કેટલાક મહત્વના મંત્રાલયનો મડાગાંઠનો ઉકેલ નથી આવી રહ્યો. બંને વચ્ચે રાજ્યમાં મહત્વના મંત્રાલયને મામલો ફસાયેલો જોવા મળી રહ્યો છે. જો કે નક્કી કરાયેલ મુજબ જેડીએસના 12 અને કોંગ્રેસના 22 મંત્રીઓ સરકારમાં હશે.

પરંતુ બંને વચ્ચે મહત્વપૂર્ણ મંત્રાલયનો લઇને ગતિરોધ બન્યો છે જે હજુ દૂર થઇ રહ્યો નથી. સૂત્રોને મળતી જાણકારી મુજબ સીએમ એચડી કુમારસ્વામી ગૃહ અને નાણા વિભાગ પોતાની પાસે રાખવા માગે છે.

બીજી તરફ કોંગ્રેસના નેતાઓમાં સત્તાની ભાગીદારીને લઇને આંતરિક ખેંચતાણ જોવા મળી રહી છે. ડીકે શિવકુમાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનવા માગે છે. મલ્લિકાર્જૂન ખડગે પોતાના દિકરાને કોઇ મહત્વનું ખાતુ અપવાવ લોબિંગ કરતા જોવા મળી રહ્યાં છે. સિદ્ધારમૈયા પણ પોતાના દિકરાને કેબિનેટમાં સામેલ કરવા દબાણ બનાવી રહ્યાં છે.

કોગ્રેસ-જેડીએસ ગઠબંધનમાં ખાસકરીને નાણાં, વીજળી, પીડબ્લ્યુડી, સ્વાસ્થ્ય, ખનન, એકસાઇઝ વગેરે મંત્રાલયનો ખેંચતાણ જોવા મળી રહી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ કોંગ્રેસ નાણાં, ગૃહ, કૃષિ, શહેરી વિકાસ જેવા મહત્વપૂર્ણ વિભાગની માગણી કરી રહ્યું છે.

જો કે જેડીએસ કોંગ્રેસને આ ખાતાઓ સોંપવાની તૈયારી બતાવી નથી રહ્યું. એવામાં જેડીએસની કોશિશ એમ કરી રહ્યું છે કે આ ખાતાઓમાંથી ઓછામાં ઓછા બે-ત્રણ ખાતા તેમની પાસે રહે.

જેડીએસ નેતા કુમારસ્વામીની સાથે રાજ્ય કોંગ્રેસ વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગે, જી. પરમેશ્વર, સિદ્ધારમૈયા, ડી. કે. શિવકુમાર દિલ્હીમાં ઉપસ્થિત છે. જો કે હજુ સુધી કોઇ નક્કર પરિણામ જોવા મળ્યું નથી. રાહુલ ગાંધી હાલમાં સોનિયા ગાંધીની તબિયતને લઇને અમેરિકામાં છે.

You might also like