યેદિયુરપ્પાની તાજપોશીના વિરોધમાં કોંગ્રેસ-જેડીએસના નેતાઓનું વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન

કર્ણાટક વિધાનસભાની બહાર કોંગ્રેસ-જેડીએસ દ્વારા યેદિયુરપ્પાની તાજપોશીને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ધરણા પર બેઠા.

ગાંધીજીની પ્રતિભા પાસે બેસીને વિરોધ પ્રદર્શન કર્યું. કોંગ્રેસ દિગ્ગજ નેતાઓમાં અશોક ગેહલોત, ખડગે અને ગુલામ નબી આઝાદ સહિતના નેતાઓ હાજર રહ્યાં. કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયા પણ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યાં.

ભાજપના નેતા બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લઇ લીધા છે. ત્યારે સુપ્રીમ કોર્ટ પછી કોંગ્રેસે રોડ પર ઉતરીને ભાજપ નેતા યેદિયુરપ્પાના સીએમ બનવાને લઇને વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.

કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને ભાજપથી દૂર રાખવા બેંગલુરૂના ઇગલટન રિસોર્ટમાં રાખ્યા છે. શપથગ્રહણ બાદ કોંગ્રેસના ધારાસભ્યો રિસોર્ટમાંથી બહાર નીકળીને યેદિયુરપ્પાના શપથગ્રહણના વિરોધને લઇને કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા બહાર ધરણા પર બેસી ગયા.

You might also like