કર્ણાટક: સુપ્રીમે પ્રોટેમ સ્પિકરની નિમણૂંને રદ કરવાની કોંગ્રેસની અરજી નકારી

કોંગ્રેસ-જેડીએસ દ્વારા પ્રોટેમ સ્પીકરની નિમણુંક વિરુધ્ધ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં સુપ્રીમે પ્રોટેમ સ્પિકરની નિમણૂંને રદ કરવાની કોંગ્રેસની અરજી ફગાવી.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કોંગ્રેસના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે વિધાનસભામાં વરિષ્ઠ ધારાસભ્ય પ્રોટેમ સ્પીકર બને છે. કપિલ સિબ્બલે કહ્યું કે અમે માફી માગીએ છીએ કે તમને તકલીફ આપવી પડી. પરંતુ સિનિયર ધારાસભ્યોને પ્રોટેમ સ્પીકર બનાવવાની પરંપરા છે. સુપ્રીમ કોર્ટમાં ત્રણ જ્જોની બેંચમાં સુનાવણી હાથ ધરવામાં આવી.

કર્ણાટકના રાજકારણમાં વિવાદ સ્થિર થવાનું નામ જ નથી લેતું. હવે કોંગ્રેસ-જેડીએસ દ્વારા કેજી બોપૈયાના કર્ણાટક વિધાનસભાના પ્રોટેમ સ્પીકર નિયુક્ત કરવાના નિર્ણયને લઇને સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. સુપ્રીમ કોર્ટમાં આ અરજી પર  સુનાવણી હાથ ધરવામાં આવીશે. અરજીમાં પ્રોટેમ સ્પીકરના અધિકારીને મર્યાદીત કરવાની માગણી કરી હતી. રાજ્યપાલ વજુભાઇ વાળાએ આજરોજ સવારે 11 કલાકે વિશેષ સત્ર બોલાવ્યું છે.

કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીમાં જણાવવામાં આવ્યું છે કે અરજદારોને ફરી કોર્ટનો દરવાજો ખખડાવો પડ્યો છે. ખરેખર બીજા પક્ષે એક જૂનિયર ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવી દીધો છે. સુપ્રીમ કોર્ટ શક્તિ પરીક્ષણ સાચી તેમજ પારદર્શી રીતે કરવાનો તત્કાળ આદેશ કરે.

સુપ્રીમ કોર્ટના પહેલા બે ચૂકાદામાં કેજી બોપૈયના નિર્ણયને રદ્દ કરવામાં આવ્યાં છે. તેની સાથે માગણી કરવામાં આવી છે કે પ્રોટેમ સ્પીકરને ધારાસભ્યોને શપથ અપાવવા તેમજ ફલોર ટેસ્ટ સિવાય કોઇપણ અલગ અધિકાર આપવામાં આવે નહીં. કર્ણાટકના રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં શનિવારના રોજ શક્તિ પરીક્ષણ કરવા માટે ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય કેજી બોપૈયાને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુકત કર્યા છે.

વિરાજપેટના ધારાસભ્ય બોપૈયા સદનમાં સ્પીકર રહી ચૂક્યાં છે. કોંગ્રેસ-જેડીએસ રાજ્યપાલના આ નિર્ણય વિરુધ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચી છે. જો કે સુપ્રીમ કોર્ટના રજીસ્ટ્રારે અરજીમાં ભૂલ કહી અરજી પરત કરી છે. કોંગ્રેસે જણાવ્યું કે પરંપરા અનુસાર સૌથી અનુભવી ધારાસભ્યને પ્રોટેમ સ્પીકર બનાવો જોઇએ.

You might also like