આજથી મોસનૂન સત્રનો પ્રારંભ, કોંગ્રેસ ઉઠાવી શકે છે આ મુદ્દા

નવી દિલ્હીઃ આજથી મોનસુન સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મુલાકાત બાદ મોનસૂન સત્રમાં સરકાર પર આ મુદ્દાઓને લઇને પ્રહારો કરી શકે છે. આ વખતે કોંગ્રેસે એવા મુદ્દાઓ તૈયાર કર્યા છે કે જેની પર તે સરકારને સપૂંર્ણ પણે સકંજામાં લઇ શકે છે. તો આ મુદ્દાઓ પર કોંગ્રેસ સરકાર પર કરી શકે છે વાર..

  • અરૂણાચલ અને ઉત્તરાખંડમાં કેન્દ્ર અને રાજ્યપાલની ભૂમિકા પર કોંગ્રેસ સરકાર પાસે જવાબ માંગી શકે છે. તેમને લાગે છે કે તમામ રાજકિય દળો આ મુદ્દા પર તેમનો સાથ આપશે. એટલું જ નહીં સરકારની સહયોગી શિવસેના વલણ પછી તો કોંગ્રેસ ઉત્સાહમાં આવી ગઇ છે.
  • મોંઘવારીના મુદ્દે પણ કોંગ્રેસ સરકારને સકંજામાં લઇ શકે છે. આ મામલે કોંગ્રેસ 20 જુલાઇએ જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરશે.
  • કાશ્મીર મુદ્દો પણ ચોમાસુ સત્રમાં મુખ્ય રહેશે. જમ્મુ કશ્મીરમાં હાલ પરિસ્થિતી તંગ છે. ત્યારે આ મુદ્દો પણ ઉઠાવે તેવી શક્યતા છે.
  • હાલ કાશ્મીર પર પાકિસ્તાનનું નિવેદન, NSG મુદ્દો અને ચીનનું વલણ જેવા મુદ્દાઓ પર સરકારની વિદેશી નીતિ પર સવાલો કરવામાં આવશે
  • કેન્દ્ર અને રાજ્ય વચ્ચે થયેલી બેઠકમાં મમતા, કેજરીવાલ અને અકાલિયોના વલણથી કોંગ્રેસને બળ મળ્યું છે. તેઓ ઇચ્છે છે કે કેન્દ્રના વલણથી શ્રેત્રીય દળો તેમની અવગણના કરે ત્યારે  આ મુદ્દે તેઓ સત્રમાં ચર્ચા કરશે.

વિવિધ મુદ્દાઓને લઇને કોંગ્રેસ, જેડીયુ, એનસીપી, આરજેડી સહિતની તમામ પાર્ટીઓના સંપર્કમાં છે. યૂપી ચૂંટણીને લઇને બીએસપી અને એસપી સતર્ક છે.

You might also like