પ્રદેશ પ્રમુખ અને પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં કોંગ્રેસની સંવાદયાત્રાનો અંબાજીથી પ્રારંભ

કોંગ્રેસ દ્વારા સંવાદ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો છે. આ સંવાદ યાત્રાની શરૂઆત અંબાજીથી પ્રારંભ કરવામાં આવશે… આ યાત્રા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં નિકળશે. આ સંવાદયાત્રા દ્વારા કોંગ્રેસના નેતાઓ 1મહિનામાં 33 જિલ્લાઓની મુલાકાત લેશે.

જેના ભાગરૂપે આજે કોંગ્રેસના નેતાઓ કાર્યકરો સાથે બનાસકાંઠામાં સંવાદ કરશે. અંબાજીના સર્કિટ હાઉસ ખાતે કાર્યકરો સાથે નેતાઓ સંવાદ કરશે. આ ઉપરાંત પાટણમાં પણ નેતાઓ કાર્યકરો સાથે સંવાદ કરશે. પાટણમાં સંતોકબા હોલ ખાતે કાર્યકરોને સંવાદ કરશે. આ દરમિયાન કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર પણ હાજર રહેશે.કોંગ્રેસ દ્વારા કાર્યકર્તાઓના આધારે નવા માળખાની રચના કરવામાં આવશે.

You might also like