કોંગ્રેસનો આરોપ, હંમેશા ખેડૂત વિરોધી રહી છે મોદી સરકાર

નવી દિલ્હી: કોંગ્રેસએ આજે આરોપ લગાવ્યો છે કે મોદી સરકાર હંમેશા ખેડૂત વિરોધી રહી છે અને દેશના ખેડૂતોથી પૂરતાં પ્રમાણમાં એમના ઉત્પાદનોને ખરીદીને એમને મદદ પહોંચાડવાની જગ્યાએ એ વિદેશથી અનાજની આયાતને મહત્વ આપી રહી છે. કોંગ્રેસએ કહ્યું કે મોદી સરકાર ખેડૂત વિરોધી છે એટલા માટે એમને ખેડૂતો પાસેથી પાક ખરીદવાનું પ્રમાણ ઘટાડ્યું છે અને વિદેશથી અનાદ મંગાયુ છે. એનાથી સાબિત થાય છે કે સરકારની નીતિ ખેજૂતો વિરુદ્ધ છે અને એ હેરાન પરેશાન ખેડૂતોને મદદ કરવા ઇચ્છતી નથી.

પાર્ટીએ ટ્વિટ કર્યું, મોદી સરકાર હંમેશાથી ખેડૂતો વિરોધી રહી છે. દેશના ખેડૂતના અનાજની જગ્યાએ વિદેશી અનાજની આયાત કરીને આ સરકારે ખેડૂત વિરોધી હોવાનું સાબિત કરી રહી છે. પાર્ટીના પેજ પર એક વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર સ્વદેશીની જગ્યાએ વિદેશીને વધારે મહત્વ આપી રહી છે. વર્ષ 2016 2017માં એમને દેશી ખેડૂતો પાસેથી પાક ખરીદવાનું પ્રમાણ ઘટાડીને 60 લાખ ટન કર્યું છે જ્યારે વિદેશથી 4375 કરોડ રૂપિયાના ખર્ચ પર 30.28 લાખ ટન ઘઉંની આયાત કરી છે.

http://sambhaavnews.com/

You might also like