ખોટા આંકડાઓ અને દાવા રજુ કરવા મોદીની જૂની આદત : કોંગ્રેસ

નવી દિલ્હી : કોંગ્રેસે રોશનીથી જગમગતી સ્પેન – મોરક્કોની સીમાને ભારત પાકિસ્તાનની સીમા સ્વરૂપે દેખાડવાનાં મુદ્દે કોંગ્રેસે ગૃહમંત્રાલય પર શાબ્દિક હૂમલો કર્યો હતો. કોંગ્રેસનાં વરિષ્ઠ પ્રવક્તા આનંદ શર્માએ પત્રકાર પરિષદમાં કહ્યું કે ખોટા આંકડાઓ રજુ કરવા મોદી સરકારની આદત બની ગઇ છે. સરકારે ન માત્ર પોતાનાં કામના મુદ્દે ખોટા આંકડાઓ રજુ કર્યા પરંતુ તેણે હવે સમગ્ર દેશોની સીમા પર લાગેલ ફ્લડ લાઇટોને પણ પોતાની સરકારની ઉપલબ્ધી ગણાવી વાહવાહી લૂંટવાનું ચાલુ કરી દીધું છે.

શર્માએ કહ્યું કે, સરકાર જનતાને ગુમરાહ કરવાનું બંધ કરી અને જો વાસ્તવમાં તેની કોઇ ઉપલબ્ધી હોય તો તેની પ્રમાણિત માહિતી રજૂ કરે. તેમણે કહ્યું કે આ ઘટના ખુબ જ નિંદનીય છે કે સરકાર બાજી દેશોની સીમાની તસ્વીર છાપીને તેને પોતાની સીમા દર્શાવી રહી છે. ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રાલયનાં વર્ષ 2016-17નાં વાર્ષિક રિપોર્ટમાં રોશનીથી જગમતગી સ્પેન – મોરક્કોની સીમાને ભારત – પાકિસ્તાનની સીમાં દેખાડવામાં આવી છે.

મોદી સરકારે આને પોતાની 3 વર્ષની ઉપલબ્ધિઓમાં ગણાવી છે. જો કે વાસ્તવીક રીતે તે સ્પેન – મોરક્કોની સીમાની તસ્વીર છે, જેને 2006માં સ્પેનનાં એક ફોટોગ્રાફરે ખેંચી હતી.

home

You might also like