કોંગ્રેસમાં ‘મુખ્યપ્રધાન’ની સ્પર્ધા વચ્ચે શિસ્ત સમિતિ ‘કાગળનો વાઘ’

અમદાવાદ: આગામી વિધાનસભાની ચૂંટણી આડે હજુ મહિનાઓની વાર લાગશે, પરંતુ ગુજરાત કોંગ્રેસમાં અત્યારથી ટોચના નેતાઓ વચ્ચે મુખ્યપ્રધાન થવાની હોડ જામી છે. ભેંસ ભાગોળે અને છાસ છાગોળે તેમ છતાં ઘરમાં ધમાધમ જેવી વિચિત્રિ સ્થિતિમાં કોંગ્રેસ મુકાઇ ગઇ હોવા છતાં પક્ષની શિસ્ત સમિતિ કાગળનો વાઘ પુરવાર થઇ છે. તાજેતરમાં અડાલજ ખાતે મળેલા ઠાકોર, કોળી અને બક્ષીપંચના નેતાઓના સંમેલનમાં કોંગ્રેસના બલવંત ઠાકોર, જગદીશ ઠાકોર તેમજ ધારાસભ્ય અમિત ચાવડા સહિતના આગેવાનોએ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને મુખ્યપ્રધાન બનાવવાની હાકલ કરી હતી.

જ્યારે વિધાનસભામાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના સમર્થકોએ સોશિયલ મીડિયા પર શંકરસિંહને મુખ્યપ્રધાન બનાવવા માટેની રીતસરની ઝુંબેશ ચલાવી છે. આની સાથેસાથે અન્ય ટોચના નેતાઓ પોતપોતાની રીતે મુખ્યપ્રધાન બનવાના પ્રયાસ કરી રહ્યા છે, જોકે વરવી વાસ્તવિકતા તો એ છે કે હજુ કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણીનો જંગ જીત્યો નથી તેમજ પક્ષમાં ચૂંટણી અગાઉ મુખ્યપ્રધાન તરીકે કોઇ ચહેરાને લોકો સમક્ષ મૂકવાની પરંપરા નથી. દિલ્હી દરબારથી જ મુખ્યપ્રધાનનો નિર્ણય ચૂંટણી જીત્યા બાદ લેવાતો હોવા છતાં ટોચના નેતાઓ વચ્ચેની અત્યારથી જબ્બર સ્પર્ધાથી સંનિષ્ઠ કાર્યકરો મુંઝાયા છે.

બીજી તરફ શિસ્ત સમિતિ મૌન છે. આમ તો શિસ્ત સમિતિએ શહેર મહિલા કોંગ્રેસના બે હોદ્દેદારો સામે શિસ્તભંગનાં પગલાં ભર્યાં છે. તાલાલા તાલુકા પંચાયતની કારોબારી બેઠકમાં પક્ષ વિરોધી તત્વો શિસ્તમાં રહે તે માટે વ્હીપ બહાર પાડ્યો છે. તેમ છતાં ટોચના નેતાઓ માટે ધારાસભ્યો સહિતના આગેવાનો વચ્ચે થઇ રહેલા ‘દંગલ’ને શિસ્ત સમિતિ જાહેરમાં વખોડવાની હિંમત કરતી નથી. શિસ્ત સમિતિના ચેરમેન નટવરસિંહ મહીડા કહે છે, ‘ધારાસભ્યોની બેઠકમાં મુખ્યપ્રધાનની ઉમેદવારી માટે કોઇને સમર્થન નહીં આપવાની સૂચના આપીએ છીએ. કેટલાક આગેવાનોને મૌખિક ઠપકો પણ આપીએ છીએ. પરંતુ કોઇ કોઇવાર ભાષણ કરતી વખતે કોઇ આગેવાન કે કાર્યકર વધારે પડતા ઉત્સા‌િહત બને છે, એટલે વાસ્તવમાં શિસ્તભંગ જેવું કશું જ નથી!
http://sambhaavnews.com/

You might also like