VIDEO: કોંગ્રેસનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી, જાણો શું કહ્યું?

ગુજરાતઃ વાવ બેઠક પરથી ભાજપનાં શંકર ચૌધરીને હરાવ્યા બાદ કોંગ્રેસમાંથી વિજેતા થયેલા ગેનીબેન ઠાકોરે ભાભરમાં મતદારોનો આભાર માનતી જનસભા સંબોધી હતી.

આ સભામાં આભાર માનવા સાથે તેમણે અસામાજિક તત્વોને ખુલ્લી ચેતવણી આપી હતી અને કહ્યું કે,”મહિલાઓની સુરક્ષા સાથે છેડછાડ કરનારને છોડવામાં આવશે નહીં. તેમજ ખરાબ કૃત્ય કરનારને હું છોડીશ પણ નહીં.”

આ સિવાય ગેનીબેને દારૂ બંધ કરવાની પણ કડક ચેતવણી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હમણાં યોજાઇ ગઇ અને તેનું પરિણામ પણ 18 ડિસેમ્બરનાં સોમવારનાં રોજ યોજાઇ ગયું.

જેને લઇ વાવ બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર શંકર ચૌધરીને કોંગ્રેસમાંથી વિજેતા થયેલા ગેનીબેન ઠાકોરે હરાવ્યાં હતાં. જેની ખુશીમાં ભાભરમાં તેમણે એક જાહેરસભા સંબોધી હતી અને અસામાજિક તત્વોની સામે ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

You might also like