કોંગ્રેસ કારોબારીઃ રાહુલને પ્રમુખ બનાવવા અંગે ચર્ચા

નવી દિલ્હી: કોંગ્રેસ કારોબારી સમિતિની આજે બેઠક યોજાનાર છે. આ બેઠકમાં રાહુલ ગાંધીને પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા અને જુલાઈમાં યોજાનારી પ્રમુખની ચૂંટણી અંગે ચર્ચા થનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન પ્રમુખ સોનિયા ગાંધીની નાદુરસ્તને તબિયતને ધ્યાનમાં લઈને હવે રાહુલ ગાંધીને પક્ષની કમાન સોંપવાની માગણી ઘણા લાંબા સમયથી થઈ રહી છે. સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે પક્ષની સંસ્થાકીય ચૂંટણીઓ પણ યોજાનાર છે.

રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને સર્વાનુમતી સાધવા સોનિયા ગાંધીએ ૨૬મેના રોજ વિરોધ પક્ષના નેતાઓ માટે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં લાલુપ્રસાદ યાદવ અને મમતા બેનરજી સહિત ૧૭ નેતાઓ હાજર રહ્યા હતા. નીતીશકુમાર ગેરહાજર રહ્યા હતા. તેમના પક્ષ વતી શરદ યાદવ અને કે.સી. ત્યાગી જોડાયા હતા.

સોનિયા ગાંધી દ્વારા આયોજિત આ ભોજન સમારોહ બાદ મુખ્યપ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને સર્વાનુમતી સાધી શકાઈ નથી. આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like