ગુજરાતમાં સતત વધતો કોંગ્રેસનો ગ્રાફ, 92ના જાદુઇ આંકડા માટે કોંગ્રેસનું એડીચોટીનું જોર

ગુજરાતમાં 22 વર્ષથી કોંગ્રેસ સત્તાથી દૂર છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આ વનવાસને દૂર કરવા ગુજરાતની રાજકીય રણભૂમિમાં ઉતર્યાં છે. કોંગ્રેસ ગુજરાતમાં જીત માટે જાતિવાદના સમીકરણને લઇને રાજકીય ટેસ્ટ કરવામાં લાગેલી છે. ગત બે વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર નાંખીઓ તો કોંગ્રેસનો સતત ગ્રાફ ગુજરાતમાં વધી રહ્યો છે અને ભાજપાનો ઘટી રહ્યો છે. પરંતુ સત્તાના સિંહાસન સુધી પહોંચવા કોંગ્રેસને 92 બેઠકો પર જીત મેળવી પડશે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. વિધાનસભાની બેઠકના કડાઓની વાત કરીએ તો 2002ની ચૂંટણી બાદ દરેક ચૂંટણીઓમાં કોંગ્રેસનો ગ્રાફ વધ્યો છે.

ગુજરાત 2007ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની બેઠકો ઘટી અને કોંગ્રેસની વધી હતી. 2007માં ભાજપને 117 જ્યારે કોંગ્રેસને 59 બેઠક પર જીત મળી હતી. 2012 વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપની જીત થઇ પરંતુ 2007ની તુલનામાં 2 બેઠક ઘટી જ્યારે કોંગ્રેસનો ફાયદો થયો. 2012માં ભાજપને 115 જ્યારે કોંગ્રેસને 61 બેઠક પર જીત મળી. આમ કોંગ્રેસનો છેલ્લા 15 વર્ષના પરિણામો પર નજર નાંખીએ તો કોંગ્રેસનો ગ્રાફ સતત વધી રહ્યો છે.

You might also like