મનીષ તિવારી દ્વારા કરાયેલ સેનાના દિલ્હી કુચના દાવાને કોંગ્રેસે ફગાવ્યો

નવી દિલ્હી : કોંગ્રેસ નેતા મનીષ તિવારી દ્વારા 2012માં દિલ્હીની તરફ સેનાની કુચનાં મુદ્દે અપાયેલા નિવેદન અંગે સેના પ્રમુખ રહેલા જનરલ વી.કે સિંહે પણ મનાઇ કરી દીધી છે. બીજી તરફ કોંગ્રેસી નેતાઓએ પણ એવી કોઇ પણ ઘટનાની સત્યતાથી ઇન્કાર કરતા મનીષ તિવારીનાં દાવા પર સવાલો પેદા કરી દીધા છે. માહિતી અનુસાર તે સમયે સંરક્ષણ મંત્રી રહેલા એ.કે એન્ટનીએ મનીષ તિવારીનાં વક્તવ્યને ફગાવતા કહ્યું કે મે પહેલા પણ સંસદમાં જણાવ્યું હતું કે એવું કાંઇ નહોતું. હું પહેલા પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી ચુક્યો છું અને હાલ પણ કરી રહ્યો છું.
બીજી તરફ કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે મનીષ તિવારી કોંગ્રેસ પ્રવક્તા નથી અને આ તેનું અંગત મંતવ્ય હોઇ શકે છે. કોંગ્રેસ તેના મંતવ્ય સાથે સંમત નથી. તે ઉપરાંત હું તે પણ સ્પષ્ટતા કરવા માંગુ છું કે આ દાવામાં કોઇ સત્ય નથી. મારા સાથી મનીષ તિવારી ન તો તે સમયે કેબિનેટ સુરક્ષા સિમીતમાં હતા ન તો કોઇ અન્ય નિર્ણય લેનારી બોર્ડનાં સભ્ય. આ સંપુર્ણ ખોટી બિનજરૂરી અને અયોગ્ય માહિતી છે.
તે બંન્ને ઉપરાંત કોંગ્રેસ નેતા પીસી ચાકોએ કહ્યું કે તે સમયે અંગ્રેજી સમાચારપત્રમાં છપાયેલા અહેવાલને અધિકારીક રીતે ફગાવી દેવામાં આવ્યો હતો. હું કોંગ્રેસ તરફથી સ્પષ્ટતા કરવા માંગુ છું કે આ અહેવાલ સંપુર્ણ ખોટો છે. સેનામાં ક્યારે પણ કોઇ પણ પ્રકારની મુવમેન્ટ નહોતી.

You might also like