22 જૂલાઇથી યૂપીનું કોંગ્રેસ પ્રચાર અભિયાન, શીલા જશે વારસાગત ઘરે

લખનઉઃ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાનું પ્રચાર અભિયાન નક્કી કરી લીધું છે. આ સિલસિલામાં પહેલા તબક્કામાં 22, 23, 24 જુલાઇ અનેક મોટા શહેરોમાં પ્રાચર યાત્રા કરશે.

પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદની ઉમેદવાર શીલા દિક્ષિત આ યાત્રા દરમ્યાન હાજર રહેશે. રાજધાની લખનઉમાં પાર્ટી ઓફિસથી શરૂ થનારી યાત્રા 24 જૂલાઇએ કાનપુરમાં પૂરી થશે. આ યાત્રા દરમ્યાન બરેલી અને શાહજહાંપુર પર રોકાશે.

ત્યાર બાદ શીલા દિક્ષીત તેમના વારસાગત મકાન ઉન્નાવ જશે. 25 જુલાઇએ તેઓ ઉન્નાવ રહેશે. શીલા આ જિલ્લાની પુત્રવધુ છે.

You might also like