કોંગ્રેસનાં ભાજપ પર આકરા પ્રહાર, કહ્યું,”માતાજીનાં નામે સરકારની રાજનીતિ”

અમદાવાદઃ નવરાત્રીમાં વેકેશનની જાહેરાતને લઈને કોંગ્રેસ પ્રવકતા હિમાંશુ પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકાર ન હતી તો પણ નવરાત્રીનું આટલું જ માન સન્માન હતું. પરંતુ ભાજપે માઁ જગદંબાની નવરાત્રીને મત માટેનું માધ્યમ બનાવ્યું છે. સરકારે ફી નિયમનમાં પોતાની નિષ્ફળતાથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે કારસો કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્રારા ગુજરાતનાં લોકપ્રિય તહેવારમાં નવરાત્રીમાં 7 દિવસની રજાની જાહેરાત કરવામાં આવી છે. જો કે ભાજપ સરકારની આ જાહેરાત પર કોંગ્રેસે ટીકા કરતા કહ્યું કે, ભાજપ સરકારને 23 વર્ષ પછી ગુજરાતનો તહેવાર અને અંબાજી માતા અને ગુજરાતીઓ યાદ આવ્યાં તેનાં માટે અભિંનદન.

આશ્ચર્યની વાત એ છે કે 23 વર્ષથી નવરાત્રીનો તહેવાર રાજ્યમાં ઉજવાતો હોત પણ ભાજપ સરકારને દેખાતો નથી. આ વખતે જ્યારે રામ મંદિર, હિંદુ મુસલમાન તમામ બાબતોમાં લોકોને લોલીપોપ આપી રહી છે.

ત્યારે લોકસભાની ચૂંટણી જીતવા માટે નવરાત્રી અને અંબાજી માતાને નામે મત મેળવવા અને લોકોને ધ્યાન બીજા પ્રશ્નોમાંથી હટાવીને નવરાત્રીને નામે લોકોને ગુમરાહ કરવા માંગે છે. ભાજપ સરકાર નવરાત્રી નામે રાજકારણ કરી રહી છે.

You might also like