કોંગ્રેસે ખોલી મફલર બાબા અને ચાલીસ ચોરની પોલ : આપ પર ભ્રષ્ટાચારનાં આરોપ

નવી દિલ્હી : કોંગ્રેસે દિલ્હી સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. કોંગ્રેસી મંત્રી અજય માકન દ્વારા આપ સરકારમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે. દિલ્હી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને ખાદ્ય અને પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈન પર ભ્રષ્ટાચારનો આોપ લગાવતા દાવો કર્યો કે તેમની પાસે એક ઓડિયો ક્લિપ છે. જેમાં એરિયા જેઇ હમ્માદ અને મંત્રી ઇમરાનનાં ભાઇની વચ્ચે વાતચીત થઇ રહી છે. માકને ખાદ્ય અને પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈન પર પણ ભ્રષ્ટાચારનાં આરોપો લગાવ્યા હતા. આ આરોપોનાં સમર્થનમાં તેઓએ એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો પણ જાહેર કર્યો હતો.
માકને કહ્યું કે અમે મંત્રીની વિરુદ્ધ સીબીઆઇમાં ફરિયાદ નોંધાવીશું. સ્ટિંગ અમે સીબીઆઇને પણ સોંપશું અને આ મુદ્દે તપાસ કરવાની માંગણી કરીશું. આ સ્ટિંગ મુખ્યમંત્રી કેજરીવાલને પણ મોકલવામાં આવશે. જેથી તેઓ પોતાનાં મંત્રીની વિરુદ્ધ કાર્યવાહી કરી શકે. અગાઉ કેજરીવાલ સરકારનાં મુદ્દે કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને ટ્વિટ કરીને રાજકીય ગલિયારાઓમાં હલચલ મચાવી દીધી હતી. અજય માકને ટ્વીટ કર્યું હતું કે તેઓ આમ આદમી પાર્ટીને બેનકાબ કરવા જઇ રહ્યા છે.
માકને કેજરીવાલને મફલર બાબા ગણાવ્યા હતા. માકને લખ્યું કે મફલર બાબા અને તેનાં ચાલીસ ચોરોની પોલ ખુલશે આજે. માકને ટ્વીટ પર લખ્યું કે ઉતરશે ઇમાનદારીનું મફલર, કોણ પહેરાવી રહ્યું છે આમ આદમીને બેઇમાનીની ટોપી, આજે સાંજે 4 વાગ્યે થશે પર્દાફાશ. ભ્રષ્ટસરકારની પોલ ખોલ, મફલર બાબા અને તેનાં ચાલીસ ચોર.

You might also like