કોંગ્રેસના ૧૩૧મા સ્થાપના દિનની ઊજવણી

ભારતીય રાષ્‍ટ્રીય કોંગ્રેસના 131માં સ્થાપના દિવસની અાજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ સહિત રાજ્યભરમાં શહેર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં અાવી હતી.

જેના અંતર્ગત અાજે અમદાવાદ સ્થિત પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સેવા દળ દ્વારા અાયોજિત કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના હસ્તે પક્ષનો ઘ્વજ લહેરાવીને પક્ષના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં અાવી હતી. અા પ્રસંગે પક્ષના હોદ્દેદારો, ધારાસભ્યો, અાગેવાનો અનેક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

You might also like