કોંગ્રેસના કંટ્રોલરૂમને ચૂંટણી સંબંધી ૬૦થી વધુ ફરિયાદ મળી

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઅોની ચૂંટણીઅોને અનુલક્ષીને કોંગ્રેસ પ્‍ાક્ષ દ્વારા શરૂ કરાયેલા પ્રદેશ કક્ષાના કંટ્રોલરૂમને ત્રણ દિવસ દરમિયાન વિવિધ પ્રકારની 60થી વધુ ફરિયાદો મળી હતી, જેમાં મતદારયાદીમાંથી નામો રદ થવા, મશીન ખોટકાઈ જવાં, મતદાનમથક ખાતે ચૂંટણીપ્‍ાંચના અ‌ધિકારીઅો દ્વારા કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો સાથે ભેદભાવભર્યું વર્તન કરાયાની ફરિયાદો મળી હોવાનું જાણવા મળ્યું હતું. અમને ત્રણ દિવસ દરમિયાન અનેક પ્રકારની ફરિયાદો મળી હતી, જેમાં સૌથી વધુ ચૂંટણીલક્ષી ફરિયાદો હતી.

ફરિયાદોમાં મતદારોના મતદારયાદીમાંથી નામો ડિલિટ થવા, ઇવીએમ મશીન ખોટવાઇ જવાની, મતદાનમથકો ઉપ્‍ાર ઝઘડો થવાની ફરિયાદો મુખ્ય હતી. કોંગ્રેસના ઉમેદવારો, અાગેવાનો અને કાર્યકરો સાથે ચૂંટણી પ્‍ાંચના અ‌િધ‍કારીઅો અને કર્મચારીઅો દ્વારા ભેદભાવભર્યું વર્તન કરાયું હોવાની ફરિયાદો અાવી હતી.

You might also like