કોંગ્રેસ કાલે બજેટ મંજૂર ન કરાવી શકે તો અમદાવાદ જિલ્લા પંચાયત સુપરસીડ થશે?

અમદાવાદ: અમદાવાદ જિલ્લા પંચાયતની ચાર માસ પહેલાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને હરાવીને કોંગ્રેસે સત્તા કબજે કરી હતી, પરંતુ કોંગ્રેસ હવે અા સત્તાને પાંચ વર્ષ સુધી જાળવી શકે તેવી સ્થિતિમાં જણાતી નથી. જ્યારે સામે વિપક્ષ ભાજપ કોંગ્રેસના બે સભ્યોને તોડીને પોતાની તરફેણમાં લઇને બજેટ નામંજૂર કરવામાં સફળ રહ્યું હતું, જેના કારણે અાવતી અમદાવાદ જિલ્લા પંચાયત સુપરસીડ થવાની દિશામાં અાગળ વધી રહી હોવાનું જણાય રહ્યું છે, કારણ કે ભાજપના સભ્યો પણ બજેટને મંજૂર કરાવવાના મૂડમાં નથી.

31 માર્ચ સુધીમાં પંચાયતનું બજેટ પસાર ન થયું હોવાથી રાજ્યના વિકાસ કમિશનરે પંચાયતને નોટિસ મોકલીને કોંગ્રેસ અને ભાજપના સભ્યોને ગઈ કાલે સોમવારે બોલાવીને બજેટને પાસ કરાવવા માટે અાગામી તા. 19 એ‌િપ્રલની મુદત અાપી છે. જોકે અાવતી કાલે એટલે કે બુધવારે જિલ્લા પંચાયતની બજેટ બેઠક બોલાવવામાં અાવી છે. અા બેઠકમાં વિપક્ષ ભાજપ કોઈ પણ સંજોગોમાં બજેટને મંજૂર કરાવવાના મૂડમાં નથી. જ્યારે કોંગ્રેસના બે સભ્યો પક્ષના વ્હિપનો અનાદર કરીને ભાજપ સાથે બેસી ગયા છે, જેના કારણે કોંગ્રેસ લઘુમતીમાં અાવી ગઈ છે, જેના કારણે કોંગ્રેસ અાવતી કાલની બેઠકમાં બજેટ મંજૂર કરાવી શકે તેવી સ્થિતિમાં નથી. જેના કારણે અમદાવાદ જિલ્લા પંચાયત સુપરસીડ થાય તેવી સંભાવના પ્રબળ બની છે.

અા અંગે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ખોડાજી ઠાકોરે જણાવ્યું હતું કે અાવતી કાલે પંચાયતના બજેટ અંગેની બેઠક મળનાર છે, જેમાં કોંગ્રેસ તરફથી ઉપપ્રમુખ અમરસિંહ સોલંકી દ્વારા પક્ષના તમામ 18 સભ્યોને ‌િવ્હપ અાપવામાં અાવશે અને બજેટને મંજૂર કરાવવાનો પ્રયાસ કરાશે. અમે કોઈ પણ સભ્યને અાજીજી કરવાના નથી, જો તેમને સભ્ય તરીકે રહેવું હશે તો બજેટને પાસ કરાવશે, નહીંતર તમામે ઘરે જવાની તૈયારી રાખવી પડશે.

You might also like