ગાંધીજીની હત્યાથી RSSને નુકશાન, કોંગ્રેસને સૌથી વધુ ફાયદોઃ ઉમા ભારતી

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ ગુરુવારે દાવો કર્યો હતો કે, મહાત્મા ગાંધીની હત્યાથી કોંગ્રેસને ફાયગો થયો છે, કારણ કે તેમણે સ્વતંત્રતા બાદ પાર્ટીને ભંગ કરવાની વાત કરી હતી. મહાત્મા ગાંધીની હત્યાની ફરીથી તપાસ કરાવવા માટે હાઈકોર્ટમાં દાખલ થયેલી ફરિયાદ પર કોર્ટે કરેલી ટિપ્પણી વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ઉમા ભારતીએ આ પ્રતિક્રિયા આપી હતી.

ઉમા ભારતીએ મીડિયાને પૂછ્યું હતું કે, ‘ગોડસે દ્વારા ગાંધીજીની હત્યા થઈ ત્યારથી આ મામલો ચાલી રહ્યો છે. હું તમને પૂછું છું કે ગાંધીજીની હત્યાથી કોને ફાયદો થયો છે? ગાંધીજીની હત્યાથી સંઘ અને જનસંઘને નુકશાન થયું છે અને કોંગ્રેસને ફાયદો થયો છે.’

પેયજળ અને સ્વચ્છતા મંત્રીએ દાવો કરતા કહ્યું હતું કે, ‘કેમ કે ગાંધીજીએ સલાહ આપી હતી કે કોંગ્રેસ ભંગ કરવામાં આવે.’ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભાજપની ગૌરવયાત્રા દરમ્યાન તેમણે મીડિયામાં આ વાત કરી હતી.

મહાત્મા ગાંધીની 30 જાન્યુઆરી 1948ના રોજ નવી દિલ્લી નજીક ગોડસેએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તે હિંદુ રાષ્ટ્રવાદના પક્ષમાં હતો. મુંબઈના પંકજ ફડણીસે હાઈકોર્ટમાં અપીલ કરી છે કે આ મામલે ફરીથી તપાસ કરવામાં આવે અને દાવો કર્યો છે કે આ હત્યા ઈતિહાસના સૌથી મોટા ઝોલમાં સામેલ છે.

You might also like