કોંગ્રેસે ભાજપને કર્યા 5 સવાલ, જે ક્યારેક PM મોદીએ પૂછ્યાં હતાં

રાજનીતિમાં સમય ક્યારે કોનાં પક્ષમાં આવી જાય અને ક્યારે કોનાંથી વિરૂદ્ધ થઇ જાય તેનું તારણ નીકાળવું ઘણું અઘરું બની જાય છે. હાલમાં વર્તમાન મોદી સરકાર પહેલાં જ્યારે યૂપીએ સરકાર હતી ત્યારે ભાજપ તરફથી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર કેટલાંક સવાલો ઊભા કર્યા હતાં.

આજે એ જ સવાલોનાં જવાબ કોંગ્રેસ ભાજપ સરકાર પાસેથી માંગી રહી છે. આ સવાલોને પોતાનાં દર્શાવતા કોંગ્રેસ સરકારે કહ્યું કે 56 ઇંચની છાતીવાળા નરેન્દ્ર મોદી માત્ર કાગળ પર જ સિંહ થઇને ફરે છે.

કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સમાં લોકસભા ચૂંટણી 2014નાં સમયનો એક વીડિયો ચલાવ્યો. તેમજ એવાં સવાલો પૂછવામાં આવ્યાં કે જે નરેન્દ્ર મોદીએ એક સમયમાં કોંગ્રેસને પૂછ્યાં હતાં. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સિંઘવી દ્વારા આ પાંચ સવાલો પૂછવામાં આવ્યાં.

જાણો કયાં છે આ 5 સવાલો?

પ્રથમ સવાલઃ જ્યારે સરહદ સરકારનાં હસ્તક હોય છે તો સીમા પર આતંકવાદીઓ પાસે દારૂગોળા ક્યાથી આવે છે?

બીજો સવાલઃ જ્યારે ભારત સરકારની નજર સંપૂર્ણ દેશની લેણ-દેણ પર હોય છે ત્યારે આતંકવાદીઓની પાસે ધન ક્યાંથી આવે છે?

ત્રીજો સવાલઃ જ્યારે દેશની સંપૂર્ણ સુરક્ષા સરકારનાં હાથમાં છે તો આતંકીઓ કેવી રીતે ઘૂસણખોરી કરે છે?

ચોથો સવાલઃ આતંકીઓની વાતચીતને ઇન્ટરસેપ્ટ કેમ કરવામાં નથી આવતી? જ્યારે સંપૂર્ણ સંચાર વ્યવસ્થા ભારતનાં હાથોમાં છે?

પાંચમો સવાલઃ જો આતંકીઓ વિદેશોમાં જઇને બેઠા છે તો એમને પ્રત્યાર્પણનાં આધારે ભારત કેમ પરત લાવવામાં નથી આવતાં.

ભારતીય સૈન્ય છાવણીઓ પર સતત આતંકી હુમલાઓ બાદ જમ્મુ-કશ્મીરનો મામલો ફરી વાર રાજનીતિનાં કેન્દ્રમાં આવી ગયો છે. સુંજવાં અને કરન નગરમાં થયેલા હુમલાઓને ધ્યાનમાં રાખતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું.

You might also like