ગાંધીનગર: કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી આયોજન, 1000થી વધુ કાર્યકરોની અટકાયત

ગાંધીનગર: કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ખાતે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યકરોએ સભા બાદ વિધાનસભાને તાળાબંધી કરવા જતાં પોલીસે એક હજારથી વધુ કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી હતી.

કોંગ્રેસ હવે લોકોના પ્રશ્નોને લઈને રસ્તાઓ પર આવી રહી છે. રાજ્યમાં છેલ્લા કેટલા સમયથી પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન, મોંઘવારી વગેરે મુદ્દાને લઈને કોંગ્રેસે આજે ગાંધીનગરમાં જન આક્રોશ રેલી નીકાળી હતી. આ રેલી પહેલાં કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર આક્રરા પ્રહાર કર્યા હતા. અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.

કોંગ્રેસના નેતાઓએ લોકોને આહવાન કર્યું હતું કે આ ભ્રષ્ટ ભાજપ સરકારને તગેડી મુકવી જોઈએ. આમ આદમી પાર્ટી પણ ભાજપની જ બી ટીમ છે તેવું ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. આ જન આક્રોશ રેલી સભામાંથી પરિવર્તિત થઇને રેલીના રૂપમાં વિધાનસભા તરફ કુચ કરી હતી. વિધાનસભામાં ગેટ નંબર ૭ પરથી વિધાનસભામાં જવાનો પ્રયાસ કરતા પોલીસે તેઓને અટકાવ્યા હતા. જ્યાં પોલીસ પરવાનગી ન હોવાથી આ રેલીમાં ભાગ લેનાર કાર્યકરોને પોલીસે અટકાયત કરી હતી.

કોંગ્રેસની આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. કોંગ્રેસની આ રેલી આગામી વિધાનસભાના ૨૦૧૭ની ચુંટણીમાં કેટલી સીટો માટે ફાયદારૂપ સાબિત થાય છે તે પરિણામ જ જણાવશે.

You might also like