રોજ ૧૮,પ૦૦ કપ ચા ગટગટાવી ગયા CM ફડણવીસના મહેમાનો

મુંબઇ, ગુરુવાર
મહારાષ્ટ્રમાં ઉંદર મારો કૌભાંડ બાદ રાજ્ય સરકાર હવે એક પછી એક વિચિત્ર કૌભાંડોમાં ફસાતી નજરે પડે છે. રાજ્યમાં હવે ચાનું કૌભાંડ બહાર આવ્યું છે. કોંગ્રેસ પક્ષે મહારાષ્ટ્ર સરકાર પર એવો આક્ષેપ કર્યો છે કે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના કાર્યાલયમાં રોજ ૧૮,પ૯૧ કપ ચા પીવાય છે.

મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમે આરટીઆઇ હેઠળ મળેલી માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં મુખ્યપ્રધાનના કાર્યાલયમાં ચાનો ખર્ચ પ૭૭ ટકા વધી ગયો છે. આરટીઆઇ અનુસાર ર૦૧૭-૧૮માં મુખ્યપ્રધાન કાર્યાલયે મહેમાનોને ચા પીવડાવવા પાછળ રૂ.૩,૩૪,૬૪,૯૦૪નો જંગી ખર્ચ કર્યો છે. જ્યારે ર૦૧પ-૧૬માં ચાનો ખર્ચ રૂ.પ૭,૯૯,૧પ૦ થયો હતો.

આ બેફામ ખર્ચ પર વિપક્ષોએ સવાલ કર્યો છે કે શું ઉંદરો ચા પી ગયા? સંજય નિરૂપમે જણાવ્યું હતું કે સીએમ કેવા પ્રકારની ચા પીવે છે. કારણ કે મેં તો માત્ર ગ્રીન ટી, યલો ટી જેવા કેટલાંક નામ સાંભળ્યા છે. ‌નિરૂપમે વ્યંગ કરતાં જણાવ્યું હતું કે આટલું મોટુું બિલ બનાવવા માટે સીએમ અને સીએમઓ દ્વારા અત્યંત ખર્ચાળ ગોલ્ડન ટીનો ઉપયોગ કરાતાે હશે.

આ અગાઉ મહારાષ્ટ્ર સરકારમાં ઉંદર કૌભાંડ સામે આવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન એકનાથ ખડસેએ આરટીઆઇ હેઠળ મળેલી માહિતીને ટાંકીને એવો આક્ષેપ કર્યો હતો કે ઉંદરો મારવા માટેનું ટેન્ડર જે કંપનીને આપવામાં આવ્યું હતુું

તેણે સાત દિવસમાં ૩,૧૯,૦૦૦ ઉંદર માર્યા હતા. આ હિસાબે એક મિનિટમાં ૩૪ અને એક દિવસમાં અંદાજે ૪પ,૦૦૦ ઉંદર મારવામાં આવ્યા હતા. ખડસેનું કહેવું છે કે એક દિવસમાં ૯૦૦ ક્વિન્ટલ એટલે કે ૯ ટન ઉંદર મારવામાં આવ્યા હતા. આટલા ઉંદર એક ટ્રકમાં લઇ જઇને દફનાવવા પડયા હશે.

You might also like