સંઘને ટક્કર આપવાની તૈયારીમાં કોંગ્રેસનું સેવા દળ, ઘડ્યો આ પ્લાન….

કોંગ્રેસનું સેવા દળ RSSને ટક્કર આપવા માટે દેશમાં 1000 જગ્યાઓ પર ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવાની તૈયારીમાં છે. દર મહિનાના છેલ્લા રવિવારે થનારા આ કાર્યક્રમોમાં રાષ્ટ્રવાદને લઈ મહાત્મા ગાંધી અને પં. જવાહરલાલ નેહરુના સિદ્ધાંતોની ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમ પર અમલ માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મંજુરીની રાહ જોવાઈ રહી છે. આશા છે કે સોમવારે રાહુલ ગાંધીની હાજરીમાં તેની જાહેરાત કરવામાં આવશે.

સેવા દળે સંગઠનને ફરીથી સક્રિય કરવાની રૂપરેખા તૈયાર કરી લીધી છે. સેવા દળના મુખ્ય આયોજક લાલજી ભાઈ દેસાઈએ જણાવ્યુ કે હવે સેવા દળ પહેલાની જેમ સક્રિય નથી. સેવા દળને કોંગ્રેસના કાર્યક્રમોની જવાબદારી પણ આપવામાં આવતી નથી. અમે સેવાદળને બીજીવાર સક્રિય કરીને પાર્ટીને સહયોગ કરવાના પ્રયત્નમાં છીએ.

ત્રણ મહિના તાલીમ શિબિર કરશે સેવા દળ

દેસાઈએ જણાવ્યુ કે આવનારા ત્રણ મહિના દેશભરમાં સેવા દળના તાલીમ શિબિર કરવામાં આવશે. પહેલો કેમ્પ 11 જૂનથી મણિપુરમાં શરૂ થશે, જેમાં સેવા દળના સ્વયંસેવકો અને પુર્વોત્તરમાં કોગ્રેસના પદાધિકારીઓ શામેલ હશે. આ સમયે દેશના 700 જિલ્લાઓ અને શહેરોમાં સેવા દળના એકમો છે, જેમાં 20 થી 200 સુધીના સ્વયંસેવકો છે. સેવા દળનો એક યુવા એકમ પણ શરૂ કરવાની યોજના છે.

સેવા દળ પર અંગ્રેજોએ લગાવ્યો હતો પ્રતિબંધ

સેવા દળની શરૂઆત 1 જાન્યુઆરી, 1924ના એનએસ હાર્ડિકરે આંધ્ર પ્રદેશના કાકીનાડામાં કરી હતી. પહેલા તેને હિન્દુસ્તાની સેવા દળ નામ આપવામાં આવ્યુ હતુ. આઝાદીની લડાઈમાં શામેલ કોગ્રેસના મોટા નેતા તેના સભ્ય રહી ચુક્યા છે. પૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને કોંગ્રેસ સેવા દળના પહેલા અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. 1932માં મહિલા સેના તૈયાર કરવા પર અંગ્રેજ શાસકોએ સેવા દળ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જેને થોડા સમય બાદ પાછો લેવામાં આવ્યો હતો.

You might also like