કોન્ડોમ કંપનીએ વિરાટ-અનુષ્કાને અનોખી રીતે શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ ગત સોમવારે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લગ્નનાં બંધનમાં બંધાઈ ગયાં. જોત જોતામાં મીડિયા પર આ કપલને અનેક શુભચિંતકો અને લાખો ફેન્સે શુભેચ્છા આપવાનું શરૂ કરી દીધું. એવામાં એક કોન્ડોમ કંપનીએ વિરાટ અને અનુષ્કાનાં લગ્ન પર એક વિશેષ મેસેજ આપ્યો છે.

ડ્યૂરેક્સ ઇન્ડિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર શેર કરી છે. કંપનીએ આ દંપતીને અભિનંદન પાઠવતાં લખ્યું હતું કે, ”શુભેચ્છઓ… અનુષ્કા અને વિરાટ, તમે બંને કોઈને વચ્ચે ના આવવા દેતાં, સિવાય ડ્યૂરેક્સ…”

You might also like