અખિલેશનાં સમર્થકોનું તોફાન : ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

લખનઉ : સમાજવાદી પાર્ટીનાં નેતા મુલાયમ સિંહ યાદવે સમજાવ્યા બાદ પાર્ટીમાં ભલે શાતિ પ્રવર્તી રહી હોય તેવું લાગી રહ્યું હોય. જો કે પાર્ટી કાર્યકર્તાઓમાં ખટરાગ યથાવત્ત રહ્યો હતો. મુખ્યમંત્રી અખિલેશ યાદવનાં સમર્થક કાર્યકર્તા રસ્તા પર ઉતરીને નારેબાજી કરતા જોવા મળ્યા હતા. પરિસ્થિતીની ગંભીરતા જોતા સપા કાર્યાલય પર મોટાપ્રમાણમાં પીએસી ગોઠવી દેવાઇ હતી.

આજ સવારથી સમાજવાદી પાર્ટીમાં એકવાર ફરીથી જોરદાર ધમાસાણ જોવા મળ્યું હતું. અખિલેશે બીજીવાર પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગના મુદ્દે સપા કાર્યાલયમાં સમર્થકો ઝાડ પર ચડીને નારેબાજી કરવા લાગ્યા હતા. લખનઉમાં પાર્ટીનાં કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. પાર્ટીના કાર્યકર્તા શિવપાલ સિંહ યાદવને પ્રદેશ અધ્યક્ષ બનાવવાનાં મુલાયમસિંહ યાદવનાં નિર્ણય વિરુદ્ધ પાર્ટી કાર્યકર્તાઓએ આક્રમક પ્રદર્શન કર્યું હતું. આ તમામ લોકો મુખ્યમંત્રી અખિલેશને ફરીથી પાર્ટીનાં પ્રદેશ અધ્યક્ષ બનાવવાની માંગ કરી રહ્યા છે.

આક્રમક પ્રદર્શનનાં પગલે પીએસીની કંપનીઓને ફરજંદ કરી દેવાઇ છે. વિક્રમાદિત્ય માર્ગ પર સપા કાર્યાલયની બહાર અખિલેશ યાદવનાં સમર્થક હોબાળો કરી રહ્યા છે. સમાજવાદી પાર્ટીનાં કાર્યકર્તાઓની અંદર અંદરો અંદર પણ મારપીટ થઇ રહી છે. જેને જોતા સપા કાર્યાલયની બહાર પોલીસી સાથે પીએસી ગોઠવી દેવાઇ છે.

કાર્યકર્તાઓ મુખ્યમંત્રી અખિલેશ યાદવની સાથે જ કન્નોજનાં સાંસદ અને મુખ્યમંત્રીનાં પત્ની ડિંપલ યાદવનાં પોસ્ટરો સાથે પ્રદર્શન કરી રહ્યા છે. સપા મુખ્યમથકની સામે પ્રદર્શનકરનારાઓમાં મોટાભાગનાં સમાજવાદી લોહિયા વાહીની તથા યુથ બ્રિગેડનાં કાર્યકર્તાઓ છે. તેમનો દાવો છે કે પાર્ટીનાં મુખ્ય નેતા (મુલાયમ યાદવ) તેમને નિરાશ નહી કરે.

You might also like