પુલવામામાં સુરક્ષા દળો-આતંકીઓ વચ્ચે અથડામણ: બે જવાન શહીદ, આતંકી ઠાર

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં રત્નીપુરા વિસ્તારમાં આતંકીઓ સાથેની અથડામણમાં બે જવાન શહીદ થયા છે. તો એક આતંકીને સુરક્ષા દળોએ મોતને ઘાટ ઉતાર્યો છે. એક અન્ય આતંકી આ વિસ્તારમાં હજુ હાજર હોવાની શંકા છે. સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે. આતંકવાદીઓની હાજરીની ગુપ્ત જાણકારી મળ્યા બાદ રત્નીપુરા વિસ્તારમાં રાતના સમયે તલાશી અને ઘેરાબંધી અભિયાન શરૂ કરી દેવાયું હતું. ઘેરાબંધી સતર્કતા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો ત્યાર બાદ અથડામણ શરૂ થઈ હતી.

સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની સુચના મળી હતી. ત્યાર બાદ તેમણે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ એક જોઈન્ટ ઓપરેશન છે. જેમાં સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો આતંકવાદીઓ સામે બાથ ભીડી રહ્યા છે. સુરક્ષા દળોએ એ મકાનને પણ ઉડાવી દીધું હતું. જેમાં આતંકવાદીઓ છુપાયા હતા. શહીદ થયેલા જવાનોની ઓળખ કચાસ રાષ્ટ્રીય રાઈફલના હવાલદાર બલજિત અને દસ પેરાના નાયક સનીદના રૂપમાં થઈ છે. અથડામણના સમાચાર ફેલાતાં જ સુરક્ષા બળો સાથે સંઘર્ષ કરાયો હતો. જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં જમ્મુ-કાશ્મીરના ઉરીમાં રવિવારે રાત્રે આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી. સતર્ક સુરક્ષા દળોએ તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. આ કેસમાં બે લોકોની પૂછપરછ પણ કરાઈ હતી. આ અગાઉ ૧૦ ફેબ્રુઆરીએ કુલગામમાં સુરક્ષા બળો સાથે અથડામણમાં પાંચ આતંકવાદીઓ ઠાર મરાયા હતા.

You might also like