હવે તુરંત જ મળશે કન્ફર્મ ટીકીટ : નહી ચુકવવો પડે વધારાનો ચાર્જ

નવી દિલ્હી : યાત્રીઓને તેમની ડિમાન્ટનાં આધારે ટ્રેનમાં કન્ફર્મ સીટ આપવા અંગે રેલ્વે વિચારી રહી છે. રેલ્વે યાત્રીઓની માંગને પહોંચી વળવા માટે પોતાનાં નેટવર્કમાં વધારો કરી રહ્યું છે. રેલ્વે રાજ્યમંત્રી મનોજ સિન્હાએ કહ્યું કે અમે 2020 સુધીમાં એવા પ્રકારનું નેટવર્ક બનાવવા માંગીએ છીએ જેનાં પગલે લોકોને ડિમાન્ડનાં આધારે જ કન્ફર્મ સીટ મળી જાય.આવું આજની તારીખે શક્ય નથી.

દરરોજ હજારોની સંખ્યામાં લોકો વેઇટિંગની ટીકિટ સાથે યાત્રા કરરવા માટે મજબુર છે. જેનું કારણ માંગ અને પુરવઠ્ઠામાં રહેલું મોટુ અંતર છે. રેલ્વે પોતાનાં મહત્વનાં રૂટો પર યાત્રીઓનો ભારે ઘસારો રહે છે. દેશમાં કુલ 66 હજાર કિલોમીટરનાં રૂટ પર કુલ 12 હજાર ટ્રેનો દોડે છે. એક કાર્યક્રમમાં મનોજ હિન્સાએ કહ્યું કે રેલ્વેમે યાત્રીઓની માંગ અને હાલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે ઘણુ મોટુ અંતર છે. તેમણે કહ્યું કે રેલ્વેનાં ટ્રાફીકમાં આઝાદીથી અત્યાર સુધીમાં 20 ટકાનો વધારો થયે છે. જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માત્ર 2.25 ટકાનો જ વિકાસ થયો છે. જેનાં કારણે યાત્રીઓની માંગ અને પરંપરાગત સુવિધાઓમાં ઘણુ અસંતુલન જોવા મળી રહ્યું છે.

સિંહાએ કહ્યું કે અલ્હાબાદ – મુગલસરાય રૂટ પર સૌથી વધારે ભીડ જોવા મળે છે. દેશમાં કુલ 67 રૂટ ખુબ જ વ્યસ્ત અને દબાણની પરિસ્થિતીમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને ઘટાડવા માટે રેલ્વેની તરફથી ભરપુર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની એનડીએ સરકારની તરફતી રેલ્વે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારાની માહિતી આપતા સિન્હાએ જણાવ્યું કે, મે 2014 પહેલા રેલ્વેમાં આશરે રોકાણ 48 હજાર કરોડ રૂપિયા હતું. જેને ગત્ત વર્ષે વધારીને 1 લાખ કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું હતું. આગામી પાંચ વર્ષમાં રેલ્વેમાં 8.5 લાખ કરોડ રૂપિયાનાં રોકાણની યોજનાં તૈયાર કરવામાં આવી છે.

You might also like