Categories: Ahmedabad Gujarat

હવે લોગ ઈન કર્યા વિના ટ્રેનમાં કન્ફર્મ ટિકિટની જાણકારી મળશે

અમદાવાદ: ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)ની વેબસાઈટને પ્રવાસીઓની સુવિધાને ધ્યાનમાં લઈને અપગ્રેડ કરીને કેટલાંય નવાં ફીચર્સ સાથે લોંચ કરવામાં આવી છે. આ વેબસાઈટ પર તેના જૂનાં ફીચર્સ પણ અસ્તિત્વમાં રહેશે જ.

આ ઉપરાંત વેઈટિંગ લિસ્ટ વગેરેનું અનુમાન લગાવવાનાં ખાસ ફીચર્સ પણ તેમાં જોડી દેવામાં આવ્યા છે. હાલની વેબસાઈટ www.irctc.co.in પર લોગ ઈન કરવાથી ડાબી તરફ ટ્રાય ન્યુ વર્ઝન ઓફ વેબસાઈટ તેવું લખેલા લાલ કલરના બોક્સને ક્લીક કરવાથી વેબસાઈટનું બેટા વર્ઝન ખુલશે. જેમાં ટ્રેનોમાં ઉપલબ્ધ કન્ફર્મ ટિકિટની જાણકારી મળશે. લોકોના અભિપ્રાય જાણ્યા બાદ વેબસાઈટનું ફાઈનલ વર્ઝન અપડેટ કરાશે.

આઈઆરસીટીસીની નવી વેબસાઈટ પર ટ્રેન અંગે સર્ચ કરી શકાય છે. આ માટે જૂની વેબસાઈટની જેમ લોગ ઈન કરવાની જરૂર રહેતી નથી. આ ઉપરાંત આઈઆરસીટીસીની વેબસાઈટને નવો લુક આપવામાં આવ્યો છે. નવી વેબસાઈટ અત્યંત આકર્ષક અને યુઝર્સ ફ્રેન્ડલી છે.

આઈઆરસીટીસીની વેબસાઈટ પર હવે મેનુ અંગે ટ્રેન કેટેગરીથી બુક ટિકિટ, કેન્સલ ટિકિટ, પીએનઆર ઈન્ક્વાયરી, ટ્રેન ‌શિડ્યૂલ અને ટ્રેક યોર ટ્રેન જેવા વિકલ્પ પસંદ કરી શકાય છે. ટ્રેન નંબર, ટ્રેનનું નામ, સ્ટેશન વચ્ચેનાં અંતર, આગમન અને નિર્ગમનનો સમય અને પ્રવાસનો સમય વગેરે માહિતી પણ આ વેબસાઈટ પર મળી શકશે.

આ માહિતી એક જ પેજમાં ઉપલબ્ધ બનશે, જે માટે અગાઉ જુદા જુદા પેજમાં જવું પડતું હતું. વેટલિસ્ટ પ્રેડિકશન ફીચરને નવી વેબસાઈટ સાથે જોડવામાં આવ્યું છે અને તેના દ્વારા યુઝર્સ વેટલિસ્ટેડ અને આરએસી ટિકિટ કન્ફર્મ થવાની સંભાવના અંગે સર્ચ કરી શકશે.

divyesh

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

1 week ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

1 week ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

1 week ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

1 week ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

1 week ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 weeks ago