હવે મારામાં પણ છે એ વાતઃ સોનમ

સોનમ કોન્ફિડન્ટ વ્યક્તિ બની ચૂકી છે. તે કહે છે કે ફિલ્મોમાં પગ મૂકતાં પહેલાં હું આટલી કોન્ફિડન્ટ ન હતી. એક સમય એવો હતો કે મને ખુદ પર વિશ્વાસ ન હતો કે હું ક્યારેય હીરોઇન બની શકું, રિયલ લાઇફમાં ખૂલીને વાત કરવા માટે જાણીતી સોનમ કપૂર તાજેતરમાં ‘પ્રેમ રતન ધન પાયો’ ફિલ્મમાં જોવા મળી. આ 30 વર્ષીય અભિનેત્રી કહે છે કે મને સતત દરેક વસ્તુઓથી ડર લાગતો હતો.

મારા મનમાં સ્ટેજનો પણ ભય હતો. મારે કોઇની સાથે વાત કરવાનું શરૂ કરતાં પહેલાં પણ ખૂબ મહેનત કરવી પડતી હતી. હું ત્યારે ખૂબ જ શરમાળ અને અંતર્મુખી હતી. મને લાગતું હતું કે અભિનેત્રી બનવું મારા વશની વાત નથી. મેં સપને પણ વિચાર્યું ન હતું કે હું ક્યારેય અભિનેત્રી પણ બની શકું છું.

તાજેતરમાં પોતાની આગામી ફિલ્મ ‘નીરજા’નું ટ્રેલર લોન્ચ કરનાર સોનમ એક સફળ અભિનેત્રી હોવાની સાથે-સાથે તેની અદભુત ફેશન સેન્સના કારણે ફેશનિસ્ટા ગણાય છે. ઇન્ડસ્ટ્રીમાં સતત આઠ વર્ષ વીતાવ્યા બાદ હવે સોનમે પોતાના ડર પર કાબૂ મેળવી લીધો છે.

તે કહે છે ઇન્ડસ્ટ્રીમાં આટલાં વર્ષો વીતાવ્યા બાદ હવે મારામાં એટલી હિંમત આવી ગઇ છે કે હું હવે સ્ટેજ પર જઇને કંઇ પણ કહી શકું છું. બધાંને સંબોધી શકું છું. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં પોતાની બાધાઓ અને ભયને દૂર કરવાં જોઇએ. મને હવે ખુશી છે કે હવે મારામાં પણ એ વાત છે, જે અભિનેત્રીઓમાં હોવી જોઇએ.

You might also like