હવે કૉન્ડમની એડ રાત્રે 10 વાગ્યા પછી જ બતાવવાનો પ્રસારણ મંત્રાલયનો આદેશ

સરકારે સોમવારે કડક વલણ દાખવી હવે કૉન્ડમની એડ માટે આદેશ જાહેર કરી દીધો છે. સરકાર તરફથી બાળકોને સ્વસ્થ માહોલ મળી રહે તેવા હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે કૉન્ડમની એડ રાત્રે 10 વાગ્યા પછી જ ટીવી પર ચલાવી શકાશે.

સરકારે આ અંગે ટીવી ચેનલોને આદેશ આપી દીધા છે. આદેશ પ્રમાણે હવે કૉન્ડમની એડ ટીવી પર રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી જ બતાવી શકાશે. સૂચના અને પ્રસારણ મંત્રાલય તરફથી આદેશ જાહેર કરાયો છે કે, ‘કૉન્ડમની એડ સવારે 6થી રાત્રિના 10 વાગ્યા સુધી બતાવવામાં આવશે નહીં, કારણ કે બાળકોને તેનાથી દૂર રાખી શકાય. વર્ષ 1994થી કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમોનું કડકપણ પાલન કરવામાં આવે તેવો હેતુ પણ છે.’

મંત્રાલયે જણાવ્યું હતું કે, નિયમોનું પાલન નહીં થાય તો કડક પગલાં લેવામાં આવશે. મંત્રાલયે ટીવી ચેનલોને આદેશ કરી દીધો છે કે, બાળકોની માનસિકતાને
પ્રભાવિત કરે તેવી જાહેરાતો માટેના નિયમોનું પાલન ફરજિયાત કરલું પડશે.

ટીવી ચેનલ પર બાળકોને અસર થાય તેવી અને અભદ્ર કહી શકાય તેવી જાહેરાતો બતાવવામાં આવે છે, તેવી ફરિયાદ મંત્રાલયને મળી હતી. જેના બાદ મંત્રાલય તરફથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

You might also like