માત્ર 15 મિનિટમાં એક્ઝામ પાસ કરી ક્મ્પ્યૂટર ચેમ્પ બન્યો નવ વર્ષનો ટેણિયો!

અમદાવાદ: બાળકો અભ્યાસ કરતાં મોબાઈલ પર ગેમ રમવામાં અને ટી.વી પાછળ પોતાનો સમય પસાર કરતા હોય છે. ત્યારે શહેરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હેત અપૂર્વ પારેખે વિશ્વમાં સૌથી નાની ઉંમરે ઓસીજેપીની (ઓરેકલ સર્ટિફાઈડ જાવા પ્રોગ્રામ) એક્ઝામ આપી 100 પર્સન્ટેજ સાથે પાસ કરી છે. જ્યારે આ એક્ઝામમાં વિદ્યાર્થીઓ એક કલાક સમય લેતા હોય છે ત્યારે હેતે માત્ર 15 મિનિટમાં એક્ઝામ પાસ કરી. તે પહેલા સ્થાને આવ્યો છે. જાવાની એક્ઝામ આપવી કોઈ સામાન્ય વાત નથી.

શહેરના નવરંગપુરા વિસ્તારમાં રહેતો અને સેન્ટ ઝેવિયર્સનાં ધોરણ 5માં અભ્યાસ કરતો 9 વર્ષનો હેત પારેખે 6 નવેમ્બરનાં રોજ ઓસીજેપીની (ઓરેકલ સર્ટિફાઈડ જાવા પ્રોગ્રામ) એક્ઝામ 100 પર્સન્ટેજ સાથે પાસ કરી છે. જાવા પ્રોગ્રામિંગની પરીક્ષા મોટા ભાગે કમ્પ્યૂટરમાં પૂરતું નોલેજ ધરાવતા કમ્પ્યૂટર એન્જિનિયરિંગ અને એમસીએના વિદ્યાર્થીઓ આપતા હોય છે.

જાવાની પરીક્ષામાં 100 પર્સન્ટેજ લાવનાર હેત પારેખે જણાવ્યું કે “હું મારી બહેન સાથે તેના કલાસીસમાં જતો તો મને પણ તેના જેવું શીખવાનું મન થતું , જેથી આ વાત મેં મારા પેરેન્ટ્સને કહી. હું છેલ્લાં એક વર્ષથી જાવા પ્રોગ્રામિંગ શીખું છું અને મને સ્કૂલ અને ઘર કરતાં પણ વધુ મજા જાવા પ્રોગ્રામિંગના કલાસીસમાં આવે છે.” રસપ્રદ વાત એ છે કે હેતના પિતા અપૂર્વ પારેખ અને માતા હિરલ પારેખ બંને ડોક્ટર છે.

હેતને જાવા પ્રોગ્રામિંગ શીખવનાર અને ડીએઆઈ આઈસીટીના મેનેજિંગ ડિરેક્ટર ધીરજ પુજારાએ જણાવ્યું કે, “હેત ખૂબ બ્રાઈટ સ્ટુડન્ટ રહ્યો છે અને તેને તેનાથી પણ મોટા એટલે કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સાથે કોમ્પિટિશન કરવી ખૂબ ગમે છે. હેત 7 વર્ષની ઉંમરથી જાવા પ્રોગ્રામિંગમાં જોડાયો હતો.

એક વર્ષમાં હેતે જાવા પ્રોગ્રામિંગનો અભ્યાસ કરીને બધા વિદ્યાર્થી કરતાં 100 પર્સટેન્જ લાવ્યો છે. જ્યારે પરીક્ષાના છેલ્લા 10 દિવસે તે ઘરે ઓછું અને કલાસિસમાં વધારે રહેતો હતો. હેતને તેના મામા પાસેથી આ એક્ઝામ આપવાની પ્રેરણા મળી છે.”

હેત સાથે વધુ વાત કરતાં તેણે જણાવ્યું કે, “જાવા બાદ હવે હું એડવાન્સ જાવા પ્રોગ્રામિંગ શીખવાનો છું. એડ્વાન્સ જાવા પ્રોગ્રામિંગની સાથે સાથે એન્ડ્રોઈડ અને એપલ આઈઓએસ મોબાઈલમાં ગેમ એપ બનાવા માટે અભ્યાસ શરૂ કરીશ. આટલું જ નહીં મને એસ્ટ્રોનોમીમાં વધારે રસ છે માટે હું એસ્ટ્રોનોમી અંગે એપ પણ બનાવીશ.”

ઉલ્લેખનીય છે કે જાવા એક કમ્પ્યૂટર પ્રોગ્રામિંગ ભાષા છે. જાવા સન માઈક્રો સિસ્ટમ દ્વારા વિકસવામાં આવી છે. આ ભાષામાં મોટા ભાગની વાક્ય રચના સીઅને સી ++ મુજબ અનુસરવામાં આવે છે.

You might also like