એરટેલ, એલજી અને એચયુએલની જાહેરાતો સામે મળેલી ફરિયાદોમાં તથ્ય

નવી દિલ્હી: વિજ્ઞાપન ઉદ્યોગ પર નજર રાખતી એજન્સી એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઓગસ્ટ મહિનામાં ૮૭ જાહેરાતો સંબંધી મળેલી ફરિયાદમાં તથ્ય જણાયું છે, જેમાં હિંદુસ્તાન યુનિલિવર, એરટેલ તથા એલજી જેવી દિગ્ગજ કંપનીઓ પણ સામેલ છે. આ જાહેરાતો ગ્રાહકોને ભ્રમિત કરનારી હોવાનું એજન્સી સામે આવ્યું છે.

એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગ્રાહક ફરિયાદ શાખાના જણાવ્યા અનુસાર ૮૭ જાહેરાતોની વિરુદ્ધમાં મળેલી ફરિયાદો સાચી જણાઇ હતી, જેમાં ૩૭ જાહેરાત પર્સનલ તથા હેલ્થકેર શ્રેણીની છે, જ્યારે ૪૧ જાહેરાતો શૈક્ષણિક શ્રેણીની છે. એલજી ઇલેક્ટ્રોનિક્સની જાહેરાતમાં ભારતનું એકમાત્ર સાચું વોટર પ્યોરિફાયરનાે દાવાે કરવામાં આવ્યાે છે, જે ગ્રાહકને ભ્રમિત કરનારો છે. એરટેલ બ્રોડબેન્ડની ૧૦૯૯ રૂપિયાની જાહેરાતમાં ૬૮ જીબીનો દાવો કરવામાં આવ્યો છે, જે ગ્રાહકોને ભ્રમિત કરનારો છે. હિંદુસ્તાન યુનિલિવર કંપનીની ‘પ્યોરઇટ અલ્ટીમા’ની જાહેરાત પણ ગ્રાહકને ગેરમાર્ગે દોરનારી હોવાનું જણાવ્યું છે.

You might also like