VIDEO: બેચરાજીનાં ભેંસાણા ખાતે ચૂંટણીમાં દખલગીરી બદલ 4 લોકો સામે ફરિયાદ

બેચરાજીઃ ભેંસાણા ગામમાં મતદાન રોકવા મામલે 4 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. અપક્ષ ઉમેદવાર અને પત્રકાર સામે ચૂંટણી કાર્યમાં રૂકાવટ મુદ્દે ચૂંટણીપંચે લાઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ ચૂંટણી કામગીરીમાં ખોટી રીતે હસ્તક્ષેપ કરવા મુદ્દે ફરિયાદ દાખલ કરાઇ હતી. કોઇ ચોક્કસ પાર્ટીને મત જતા હોવાની આશંકાએ મતદાન અટકાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ક્યાંક EVMમાં ગરબડ થઇ હોવાનાં પણ કેટલાંક લોકોએ આક્ષેપો કર્યા હતાં.

એવી જ રીતે બેચરાજીનાં ભેંસાણા ગામમાં અપક્ષ ઉમેદવાર અને પત્રકાર ઉપર ચૂંટણી કામગીરીમાં ખોટી રીતે દખલગીરી કરવા મામલે તેમનાં પર ચૂંટણીપંચ દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઇ લાઘણજ પોલીસ મથકે 4 લોકો સામે ફરિયાદ કરવામાં આવી.

You might also like