તાલિમ લઇ રહેલ PSIએ યુવતી સાથે લગ્નની લાલચ આપી બાંધ્યા સંબંધો

અમદાવાદ : કરાઇમાં તાલિમ લઇ રહેલા PSI સામે બળાત્કારની ફરિયાદ નોંધાઇ છે. ભાવનગરની એક યુવતીએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મુળ ભાવનગરની એક યુવતીએ એક યુવક પર લગ્નની લાલચ આપીને બળાત્કારનો આરોપ લગાવ્યો છે. યુવતીનો આરોપ છે કે લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા બાદ હવે યુવક મોઢુ ફેરવી રહ્યો છે. હાલ તે કરાઇ ખાતે ટ્રેનિંગ લઇ રહ્યો છે.

યુવતીનાં આરોપ અનુસાર ઉમરશાહરૂખ નામનાં વ્યક્તિએ જુહાપુરાનાં એક ફ્લેટમાં તેની સાથે સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ લગ્નનો ઇન્કાર કરી દીધો હતો. ઉપરાંત યુવતીનાં અશ્લીલ ફોટા પણ પાડ્યા હતા. જે હવે સોશિયલ મીડિયા પર મુકવાની ધમકી આપી રહ્યો છે.

પીડિત યુવતી અનુસાર આોપી ઉમરશાહરૂખ સિદી પીડિત યુવતી સાથે સગાઇ પણ કરી લીધી હતી. છેલ્લા એક વર્ષથી તે તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. જ્યારે યુવતીએ લગ્નની ના પાડી દીધી હતી. યુવતીએ આ અંગે ફરિયાદ કરવાનું કહેતા તેણે તસ્વીરો સોશિયલ મીડિયા પર મુકવાની ધમકી આપી હતી.

You might also like